OMG: આ 8 સુપરસ્ટાર્સ કપિલના શોથી રહે છે દૂર!
કપિલ શર્મા-સુનીલ ગ્રોવરના વિવાદ બાદ ઘણા બોલિવૂડ એક્ટર્સ કપિલના શોથી દૂર રહી રહ્યાં છે. સલમાન ખાને આગામી ફિલ્મના પ્રમોશન માટે કપિલના શો પર જવાની ના પાડી દીધી છે.
'ધ કપિલ શર્મા શો'માંથી સુનીલ ગ્રોવરની એક્ઝિટ બાદ કપિલ શર્માને અનેક આલોચનાઓને સામનો કરવો પડ્યો હતો, શોની ટીઆરપી સતત ડાઉન જઇ રહી હતી, પરંતુ ગયા અઠવાડિયે ફાઇનલી કપિલ ફરી એકવાર ટોપ 10 શોમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યાં. જો કે, સુનીલ અને કપિલના વિવાદ બાદ ઘણા સ્ટાર્સ ધ કપિલ શર્મા શોથી દૂર રહી રહ્યાં છે, તો કેટલાક સ્ટાર્સ એવા છે જે પહેલેથી જ આ શો પર આવવાની વાતને ટાળી રહ્યાં છે. આવો જાણીએ કોણ છે એ સુપરસ્ટાર્સ?

સલમાન ખાન
સલમાન ખાન પોતાની ફિલ્મોના પ્રમોશન માટે હંમેશા કપિલના શો પર જોવા મળ્યાં છે, પરંતુ તાજેતરના સમાચાર અનુસાર 'ટ્યૂબલાઇટ' ફિલ્મના પ્રમોશન માટે તેમણે કપિલના શો પર જવાની ના પાડી દીધી છે. આની પાછળનું કારણ કપિલ-સુનીલનો વિવાદ હોવાનું કહેવાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વિવાદ બાદ સલમાને કપિલને સલાહ આપી હતી કે, તેણે પોતાના સ્ટારડમ પર નિયંત્રણ રાખવું જોઇએ.

અક્ષય કુમાર
ફિલ્મ 'હાઉસફુલ 3' અને 'જોલી એલએલબી 2'ના પ્રમોશન માટે અક્ષય કપિલના શો પર આવ્યા હતા, ત્યારે સુનીલ પણ આ શોનો ભાગ હતો. પરંતુ કપિલ-સુનીલના વિવાદ બાદ જ્યારે 'નામ શબાના'ના પ્રેમોશન માટે અક્ષયને આમંત્રણ મોકલવામાં આવ્યું તો તેમણે આવવાની ના પાડી દીધી હતી.

સચિન તેંડુલકર
સચિન તેંડુલકર પોતાની બાયો-ડ્રામા ફિલ્મ માટે અનેક જગ્યાએ પ્રમોશન કર્યું, પરંતુ જ્યારે કપિલ તરફથી નિમંત્રણ મળ્યું તો તેમણે નર્માશ સાથે નિમંત્રણ નકારી કાઢ્યું.

એમએસ ધોની
ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ સહિત અમુક વિદેશી ખેલાડીઓ પણ કપિલ શર્મા શોમાં દેખા દઇ ચૂક્યાં છે. પરંતુ મહેન્દ્ર સિંહ ધોની ક્યારેય આ શો પર જોવા નથી મળ્યાં. તેમની ફિલ્મ એમ.એસ.ધોનીના પ્રમોશન માટે પણ તેમણે કપિલના શો પર જવાની ના પાડી દીધી હતી.

રજનીકાંત
સાઉથ સુપરસ્ટાર રજનીકાંત પણ હંમેશા કપિલના શોથી દૂર જ રહ્યાં છે. કહેવાઇ રહ્યું છે કે, કપિલ અને તેની ટીમ તરફથી અનેકવાર રજનીકાંતને આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ તેમણે ક્યારેય કપિલનું આમંત્રણ સ્વીકાર્યું નથી.

આમિર ખાન
આમિર ખાને તો કપિલના શોને એવોર્ડ શોની માફક બોયકોટ કર્યો છે. 'દંગલ' વખતે મહાવીર ફોગાટનો સંપૂર્ણ પરિવાર કપિલના શો પર પહોંચ્યો હતો, પરંતુ આમિર ન ગયા. આમિર કરણ જોહરના ચેટ શો પર પહોંચ્યા હતા, પરંતુ કપિલના આમંત્રણનો તેમણે અસ્વીકાર કર્યો હતો. 'દંગલ' પહેલાં પણ અનેકવાર કપિલ આમિરને શો પર લાવવાનો પ્રયત્ન કરી ચૂક્યાં છે.

બાહુબલી ટીમ
કપિલ શર્મા અને તેમની ટીમે અનેક વખત બાહુબલી ટીમને પણ પ્રમોશન માટે શો પર આવવાનું આમંત્રણ મોકલ્યું હતું, પરંતુ એ ક્યારેય શક્ય ન બન્યું.

લતા મંગેશકર
કપિલ શર્મા અને તેમની ટીમ હજુ સુધી લતા મંગેશકરને પણ શો પર બોલાવવામાં સફળ નથી રહ્યાં. કપિલે અનેક વખત લતાજીને આમંત્રણ મોકલ્યું છે અને તેમને શો પર બોલાવવાના પ્રયત્નો આજે પણ ચાલુ જ છે.












Click it and Unblock the Notifications
