કસોટી જિંદગીકી 2 થી ટીવી પર કમબેક કરશે શાહરૂખ ખાન!
હાલમાં એક વેબસાઈટે દાવો કર્યો છે કે કસોટી જિંદગી કી 2 માં બીજુ કોઈ નહિ પરંતુ શાહરુખ ખાનની એન્ટ્રી થવાની છે.
કસોટી જિંદગી કી 2 ના ફેન્સ માટે આનાથી મોટા સમાચાર ના હોઈ શકે. જો કે આ સમાચારમાં કેટલી સચ્ચાઈ છે એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. પરંતુ હાલમાં એક વેબસાઈટે દાવો કર્યો છે કે કસોટી જિંદગી કી 2 માં બીજુ કોઈ નહિ પરંતુ શાહરુખ ખાનની એન્ટ્રી થવાની છે. એવા સમાચાર છે કે કસોટી જિંદગીના કમબેક એપિસોડને ખાસ બનાવવા માટે શાહરુખ ખાનને લાવવામાં આવી રહ્યા છે.

કસોટી જિંદગી કી માં નરેટરની ભૂમિકામાં
તે આ શો માં એટલે કે કસોટી જિંદગી કી માં નરેટરની ભૂમિકામાં હશે. શાહરુખ જ લીડ એકટર્સ અનુરાગ અને પ્રેરણાથી ઈન્ટ્રોડ્યુસ કરાવશે. એવા સમાચાર છે કે શાહરુખ અને સ્ટાર ઈન્ડિયા વચ્ચે આ રીતે ડીલ થઈ છે.
ઉલ્લેખનીય છે કે આ શો માં એરિકા ફર્નાન્ડિસ પ્રેરણા અને પાર્થ સમાથાન અનુરાગની ભૂમિકા ભજવી રહ્યા છે. આ શો 10 સપ્ટેમ્બર રાતે 8 વાગે સ્ટાર પ્લસમાં ઓન એર થશે.
અહીં જુઓ આ 7 સુપરહિટ શો કમબેક થવા જઈ રહ્યા છે.

સ્વાભિમાન
ટીવી સીરિયલ ‘સ્વાભિમાન' જેનું વિક્રમ ભટ્ટે નિર્દેશન કર્યુ હતુ તે હવે 21 વર્ષો પછી સ્ક્રીન પર કમબેક થવાનો છે.

જબાન સંભાલ કે
જબાન સંભાલ કે પણ કમબેક થવા જઈ રહ્યો છે. પરંતુ આ વખતે ટીવી નહિ પરંતુ વેબ સીરિઝ તરીકે એક્ટર સુમિત રાઘવન આ વખતે પંકજ કપૂરની ભૂમિકા નિભાવશે.

વિક્રમ વેતાલ
જાણીતા શો ‘વિક્રમ વેતાલ' ને ફરીથી લોન્ચ કરવાની યોજના બની ચૂકી છે. શક્ય છે કે મકરંદ દેશપાંડે આ શો માં વેતાલની ભૂમિકા નિભાવવાના છે.

અંતાક્ષરી
અંતાક્ષરીની રસપ્રદ ગેમ 90 ના દરેક બાળકની પહેલી પસંદ હતી. તમને જણાવી દઈએ કે 12 વર્ષ બાદ આનું કમબેક થશે. સુનીલ ગ્રોવર આ શો હોસ્ટ કરી શકે છે.

કસોટી જિંદગી કી 2
કસોટી જિંદગી કી 2 ફરીથી આવી રહી છે. આવતા મહિને આ શો ટેલિકાસ્ટ થશે. આ વખતે પ્રેરણાની ભૂમિકા એરિકા નિભાવશે.

સારાભાઈ વર્સિસ સારાભાઈ
આ ટીવી શો આ વખતે વેબસીરિઝ તરીકે કમબેક કરશે. આ શોની આગામી સિઝન પણ ઘણી ચર્ચામાં છે.

અલાદ્દીન
અલાદ્દીનને તમે કાર્ટુન શો તરીકે જોયુ હતુ. પરંતુ હવે સિદ્ધાર્થ નિગમ અલાદ્દીનની ભૂમિકા જલ્દી જોવા મળશે.












Click it and Unblock the Notifications
