પોતાના બ્રેકઅપ અંગે શું કહ્યું કપિલ શર્માએ?

Written By:
Subscribe to Oneindia News

ધ કપિલ શર્મા શોની મુશ્કેલી બંધ થવાનું નામ જ નથી લેતી, તો બીજી બાજુ આ શોની સાથે જ કપિલ શર્માના જીવનમાં પણ બધું બદલાતું જાય છે. હાલમાં કપિલ અને પ્રીતિ સિમોસનું બ્રેકઅપ અને તેને કારણે શો પર થયેલ નેગેટિવ ઇફેક્ટ ચર્ચાનો વિષય બની છે. ધ કપિલ શર્મા શોમાં ક્રિએટિવ હેડ તરીકે પ્રીતિ સિમોસ કામ કરતી હતી. કપિલ અને પ્રીતિના રિલેશન વિશે માડિયામાં પણ ઘણી ચર્ચા થતી હતી. તેવામાં કપિલે તેના અને ગિન્ની ચતરથના લગ્નની જાહેરાત કરતાં પ્રીતિ સાથે તેનું બ્રેક અપ થઈ ગયું હોવાના સમાચાર આવ્યા હતા.

પ્રીતિએ કપિલોનો શો છોડ્યો

પ્રીતિએ કપિલોનો શો છોડ્યો

સુનીલ-કપિલ વિવાદ બાદ ઘણા લોકોએ 'ધ કપિલ શર્મા શો'ની ટીમ છોડી દીધી હતી, એ તો સૌને ખબર છે. આ જ સૂચિમાં પ્રીતિનો પણ સમાવેશ થાય છે. પ્રીતિએ શો છોડવા અંગે કપિલે જણાવ્યું હતું કે, મારા મનમાં પ્રીતિ પ્રત્યે કોઈ દ્વેષ ભાવ નથી, એ જ્યારે શો છોડીને ગઈ ત્યારે મેં તેને બાય કહ્યું હતું એને તેના પોતાના નવા શો માટે શુભકામનાઓ પણ આપી હતી.

કપિલ અને પ્રીતિ સિમોસ

કપિલ અને પ્રીતિ સિમોસ

નોંધનીય છે કે, કપિલે કોમેડી સર્કસ અને લાફ્ટર ચેલેન્જમાં પ્રીતિ સિમોસ સાથે કામ કર્યું હતું અને તે જ સમયગાળામાં બંને એકબીજાની નજીક આવ્યા હતા. એ બાદ પ્રીતિ 'ધ કપિલ શર્મા શો' માં ક્રિએટિવ હેડ બની હતી. પરંતુ જ્યારે કપિલે તેની સગાઈ અંગેની વાત કરી ત્યારે જ આ સંબંધ પર પુર્ણાવિરામ મુકાઈ ગયું હોવાની વાત બહાર આવી હતી.

શોની ટીઆરપી ઘટવાનું કારણ પ્રીતિ સિમોસ?

શોની ટીઆરપી ઘટવાનું કારણ પ્રીતિ સિમોસ?

ઘણા લોકોનું માનવું છે કે, 'ધ કપિલ શર્મા શો'ની ટીઆરપી ઘટવાનું કારણ પ્રીતિ છે, પરંતુ કપિલ આ વાત માનવા તૈયાર નથી. કપિલ અનુસાર, પ્રીતિના જવાને કારણે તેની પ્રોફેશનલ લાઇફમાં કોઇ ફરક પડ્યો નથી. તેણે જણાવ્યું હતું કે, મારી બગડતી તબિયતને કારણે મને નુકસાન થયું છે અને કરિયરમાં જ્યારે પડતી આવે ત્યારે એને માટે માત્ર અને માત્ર આપણે જ જવાબદાર હોઇએ છીએ.

કપિલ શર્મા શોની ટીમ થઈ ખાલી

કપિલ શર્મા શોની ટીમ થઈ ખાલી

સૌ પ્રથમ સુનીલે કપિલનો શો છોડ્યો હતો અને ત્યાર બાદ એક પછી એક ઘણા લોકોએ કપિલનો શો છોડ્યો હતો. એક રીતે તો કપિલનો શો ભાંગી પડ્યો છે, પરંતુ કપિલે તેના બધા મિત્રોને નવા શો બદલ શુભકામના આપી છે. હાલ પ્રીતિ સુનિલ ગ્રોવરના નવા શૉ માં કામ કરી રહી છે. આ માટે કપિલે તેને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે

English summary
IN an interview Kapil Sharma opens up about his break up with Preeti Simoes.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.