કમલ હસને કહ્યું, સલમાન પ્રમાણિક છે..અને અમિતાભ?

Posted By:
Subscribe to Oneindia News

સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતો રિયાલિટી શો બિગ બોસ સતત ચર્ચામાં રહે છે. સુપરસ્ટાર કમલ હસન જલ્દી જ આ શોનું તમિલ વર્ઝન હોસ્ટ કરતા જોવા મળશે. આ અંગે કમલ હસન અત્યંત ઉત્સાહિત છે. બિગ બોસનું તમિલ વર્ઝન હોસ્ટ કરતાં પહેલા તેઓ હિંદીના તમામ સિઝન જોઇ રહ્યાં છે.

ઘણા ઓછાને યાદ હશે કે, સલમાન ખાન પહેલાં બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને બિગ બોસ શો હોસ્ટ કર્યો હતો. હવે કમલ હસને બિગ બોસના હોસ્ટ તરીકે સલમાન અને અમિતાભની તુલના કરતા આશ્ચર્યજનક નિવેદન કર્યું છે.

કમલ હસનનું નિવેદન

કમલ હસનનું નિવેદન

કમલ હસને કહ્યું કે, મેં સલમાન અને અમિતાભ બંન્ને દ્વારા હોસ્ટ કરવામાં આવેલ બિગ બોસની સિઝન્સ જોઇ છે અને મને લાગે છે કે, સલમાન હોસ્ટ તરીકે વધુ ઉત્તમ અને પ્રમાણિક છે. હું કંઇક આવું જ, પરંતુ જરા અલગ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

બિગ બોસ 11

બિગ બોસ 11

હિંદી બિગ બોસની વાત કરીએ તો ટૂંક સમયમાં જ સલમાન બિગ બોસની 11મી સિઝન લઇને ટીવી પર હાજર થશે. ગત સિઝનમાં કન્ટેસ્ટન્ટ્સની સાથે-સાથે સલમાનને પણ અનેક વિવાદોનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આથી જ નવી સિઝન માટે સલમાન અત્યંત સજાગ છે.

બિગ બોસના બિગ વિવાદો

બિગ બોસના બિગ વિવાદો

બિગ બોસ શો તેની કોન્ટ્રોવર્સિ માટે જ પ્રખ્યાત છે. સલમાન પણ આમ તો દબંગ ખાન છે અને તમામ પરિસ્થિતિ ખૂબ સારી રીતે હેન્ડલ કરી જાણે છે. પરંતુ ગત સિઝનમાં સલમાન સામાન્ય માણસો અને સેલિબ્રિટીઝ વચ્ચે જાણે ઘેરાઇ ગયા હતા. તેઓ યોગ્ય નિર્ણય નહોતા લઇ શકતા, આથી આ વખતે તે શોના કોનસેપ્ટ પર પૂરું ધ્યાન આપશે.

રિપીટ થશે કોનસેપ્ટ

રિપીટ થશે કોનસેપ્ટ

સૂત્રો અનુસાર, નવી સિઝનમાં પણ બિગ બોસ 10નો કોનસેપ્ટ જ રિપીટ કરવામાં આવશે. આ કોનસેપ્ટમાં અનેક વિવાદો થયા હતા, પરંતુ ટીઆરપી પણ ઘણી વધારે મળી હતી. આ કારણે કોનસેપ્ટ રિપીટ કરવામાં આવે એવી પૂરી શક્યતા છે.

સલમાનનું પ્લાનિંગ

સલમાનનું પ્લાનિંગ

આ સિઝનમાં સલમાનની મેઇન ટ્રિક એ છે કે, તે પ્રતિસ્પર્ધીઓ સાથે દૂરી જાળવી રાખશે, જેથી કરીને કોઇ તેમની પર વ્યક્તિગત પ્રહારો ન કરી શકે. ઉલ્લેખનીય છે કે, ગત સિઝનમાં પ્રિયંકા જગ્ગા અને ઓમ સ્વામીએ સલમાન ખાન પર વાણી પ્રહારો કર્યા હતા, જેને કારણે ખૂબ વિવાદ સર્જાયો હતો.

બિગ બોસને સલમાન કહેશે અલવિદા

બિગ બોસને સલમાન કહેશે અલવિદા

એવા પણ સમાચાર છે કે, હોસ્ટ તરીકે બિગ બોસ 11 સલમાનની છેલ્લી સિઝન હશે. જો કે, આવી અફવા પહેલા પણ આવી ચૂકી છે. પરંતુ સલમાન ફરીથી બિગ બોસમાં જોવા મળ્યા છે. બિગ બોસને કારણે સલમાનની કમાણી જ નહીં, પરંતુ સ્ટારડમમાં પણ ખૂબ વધારો થયો છે.

English summary
In an interview with daily paper Kamal Haasan prefer Salman Khan over Amitabh Bachchan as a Bigg Boss host.
Please Wait while comments are loading...