બિગ બોસનું સૌથી શોકિંગ એલીમિનેશન.. સની લિયોનની થશે એંટ્રી

Subscribe to Oneindia News

ગયા સપ્તાહની જેમ આ સપ્તાહે પણ સલમાન ખાને ઘરવાળાની બરાબર ક્લાસ લીધી. જેમાં તેનો ખાસ નિશાન બન્યા સ્વામીજી. સાથે જ ઘરમાં ચોંકાવનારુ એલિમીનેશન થયુ તે પણ એક નહિ ડબલ એલિમીનેશન.

તમને જણાવી દઇએ કે ઘરમાં જ્યારથી એંટ્રી થઇ ત્યારથી સ્વામીજી મનુ અને મોનાની દોસ્તી અને મોનાના ચરિત્રને લઇને ઘરવાળા સાથે વાત કરતા રહે છે. સ્વામીજીની આ હરકત પર જ લોપાએ પણ બાબાને ખૂબ સંભળાવ્યુ હતુ. સ્વામીજીની આ હરકત જોઇને સલમાન ખાન સ્વામીજી સામે હાથ જોડીને કહે છે કે તેમને આ બધુ શોભા નથી દેતુ. ત્યારબાદ બાબાજી ઘરવાળા સામે મગરમચ્છના આંસુ સારવા લાગે છે.


સલમાન રોહનને તેના કેપ્ટન બનવા પર અભિનંદન આપે છે. પરંતુ ઘરવાળા તેના કેપ્ટન બનવાથી ખુશ નથી. આના કારણે સલમાન બધા ઘરવાળા પાસેથી જાણવાની કોશિશ કરે છે કે આખરે તેમને રોહનની કેપ્ટનશીપ કેમ ગમી નથી? આવો જાણીએ આજે વીકેંડના વારમાં શું થયુ ખાસ.

સલમાન ખાન

સલમાન ખાન

બિગ બોસના વીકેંડના વારમાં સલમાન ખાન આ અઠવાડિયામાં ઘરમાં જે કંઇ પણ થયુ તેના કારણે ઘરવાળા પર ગુસ્સે થાય છે.

મોની રોય

મોની રોય

બિગ બોસ વીકેંડના વારમાં મોની રોય સલમાન ખાનના શો માં નજરે પડી. તમને જણાવી દઇએ કે આ વખતે નાગિને ટીઆરપીની રેસમાં સલમાન ખાનના શો બિગ બોસને ફરીથી પાછળ પાડી દીધો છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

તો વળી શો માં આલિયા ભટ્ટ પોતાની ફિલ્મ ડિયર જિન્દગીને પ્રમોટ કરવા માટે પહોંચી. પહેલા સમાચાર હતા કે શાહરુખ પણ આ ફિલ્મને પ્રમોટ કરવા માટે આવશે પરંતુ શાહરુખે ફિલ્મ પ્રમોટ કરવાની મનાઇ કરી દીધી, તેમનુ કહેવુ છે કે આ ફિલ્મ આલિયા ભટ્ટની છે.

સની લિયોન

સની લિયોન

બિગ બોસમાં હવે સની લિયોન આવવાની છે. હવે ઘરવાળા સની લિયોનીની એંટ્રી પર કેવા રિએક્શન આપે છે તે જોવાનુ રસપ્રદ બની રહેશે.

ખલનાયક

ખલનાયક

ઘરવાળા આ વખતે ખલનાયકની ખુરશી પર સ્વામીજીને બેસાડે છે. આ અઠવાડિયે સ્વામીજીએ ઘરની અંદર ખૂબ ઘમાસાણ મચાવ્યુ જેના કારણે સલમાને પણ તેમની પર ગુસ્સો કર્યો. ત્યારબાદ સ્વામીજી રોવાનુ શરુ કરી દે છે.

ડબલ એલિમીનેશન

ડબલ એલિમીનેશન

તમને જણાવી દઇએ કે આ વખતે ઘરમાંથી એક નહિ પરંતુ બે પ્રતિયોગી બેઘર થયા

એલિમીનેશન

એલિમીનેશન

આ વખતે ઘરમાંથી બેઘર થવા માટે લોકેશ શર્મા, કરણ મહેરા, રાહુલ દેવ અને મોના નોમિનેટેડ હતા.

કરણ મહેરા

કરણ મહેરા

ઘરમાંથી બેઘર થનારા પહેલા પ્રતિયોગી હતા કરણ મહેરા.

લોકેશ કુમારી શર્મા

લોકેશ કુમારી શર્મા

જો કે ઘરમાંથી બેઘર થનારી બીજી પ્રતિયોગી હતી લોકેશ કુમારી શર્મા. એમાં કોઇ શક નથી કે લોકેશના એલિમીનેશનથી ઘરવાળા ખૂબ જ શોક થઇ ગયા હતા. મનવીર અને લોપા રડવા લાગ્યા હતા.

English summary
In bigg boss 10 karan mehra and lokesh kuamri sharma emiminated from the show
Please Wait while comments are loading...