Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

OMG: અલીને ધક્કો મારી વ્યક્ત કર્યો કપિલ શર્મા પરનો ગુસ્સો!!

અલી અસગરે 'સબસે બડા કલાકાર' મંચ પર સુનીલ ગ્રોવર સામે કપિલ શર્મા સાથે થયેલ લડાઇનો ઉલ્લેખ કરતાં સુનીલે અલીને ધક્કો મારી દીધો હતો.

કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે ફ્લાઇટમાં થયેલ ઝગડો કોઇને યાદ અપાવવાની જરૂર નથી. છેલ્લા લગભગ એક મિહનાથી ટેલિવિઝન દુનિયામાં આ સિવાય કોઇ ઝગડા અંગે વાત નથી થઇ. ફ્લાઇટમાં કપિલે કરેલ ગેરવર્તણૂકનો જવાબ આપતાં સુનીલે ધ કપિલ શર્મા શો જ છોડી દીધો છે.

કશું નથી ભૂલ્યા ડૉ.ગુલાટી

કશું નથી ભૂલ્યા ડૉ.ગુલાટી

આ આખા વિવાદ અંગે રવિવારે સુનીલ અને અલી વચ્ચે વાત થઇ હતી. સોની ટીવીના નવા શો 'સબસે બડા કલાકાર'માં સુનીલ ગ્રોવર અને અલી મંચ પર સાથે જોવા મળ્યા હતા. આ શોમાં એક કોમેડી એક્ટ દરમિયાન ડૉ.ગુલાટી(સુનીલ ગ્રોવર) સામે નર્સે(અલી અસગર) કપિલ શર્મા સાથેના ઝગડાનો ઉલ્લેખ કરતાં સુનીલે હસતા હસતા અલીને ધક્કો મારી દીધો હતો. આમ કરી તેમણે જણાવી દીધું કે, તેઓ હજુ આ વાત ભૂલ્યા નથી.

સુનીલની ગેરહાજરી કપિલને નડી

સુનીલની ગેરહાજરી કપિલને નડી

સુનીલ ગ્રોવરે શો છોડતાં જ ધ કપિલ શર્મા શોના બે મુખ્ય કોમેડી પાત્રો શોમાંથી ગાયબ થઇ ગયા, ડૉ.મશહૂર ગુલાટી અને રિંકુ ભાભી. લોકોને આશા હતી કે મોડા-વહેલા સુનીલ આ શોમાં વાપસી કરશે, પરંતુ એવું કંઇ થયું નહીં. વિવાદ વધતો ચાલ્યો, જેની કપિલના શો પર નકારાત્મક અસર પડી. કપિલ શર્માની શોની ટીઆરપી તળિયે બેસી ગઇ છે.

અનેક અફવાઓ

અનેક અફવાઓ

આ વિવાદ મામલે અનેક પ્રકારની અફવાઓ સતત સામે આવી રહી છે. વિવાદની સૌથી નકારાત્મક અસર કપિલના સ્ટારડમ અને તેના શો પર પડી છે. ધ કપિલ શર્મા શો બંધ થવાનો હોવાની અફવા ઘણા સમયથી સાંભળવા મળી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કપિલ શર્મા ટેલિવિઝનને અલવિદા કહી હવે માત્ર ફિલ્મો પર ફોકસ કરશે.

નવા કોમેડિયન

નવા કોમેડિયન

વચ્ચે એવી પણ અફવા સાંભળવા મળી હતી કે, કપિલ શર્મા સુનીલ ગ્રોવરને રિપ્લેસ કરી શકે એવા કોમેડિયનની શોધમાં છે, આ માટે રાજુ શ્રીવાસ્તવનું નામ પણ સામે આવ્યું હતું. કપિલ પોતાના કોમેડિયનની આખી અલગ ટીમ બનાવવાના હોવાની વાત સાંભળવા મળી હતી. ટીઆરપીના મામલે કપિલ શર્મા અને સોની ચેનલ વચ્ચે વિવાદ થયો હોવાની ખબર પણ આવી હતી.

સુનીલની શરત

સુનીલની શરત

એવી પણ વાત સામે આવી હતી કે, સુનીલ ગ્રોવર આ શોમાં પાછા આવવા માટે તગડી ફી માંગી રહ્યા છે, જે ચેનલને મંજૂર નથી. ત્યાર બાદ ખબર આવ્યા કે, શોમાં વાપસી માટે સુનીલ ગ્રોવરે ચેનલ સામે શરત મૂકી છે કે, તેઓ કપિલ સાથે સ્ટેજ શેર નહીં કરે. સુનીલ ગ્રોવરે કલર્સ ચેનલ સાથે નવા શોનો કોન્ટ્રેક્ટ સાઇન કર્યો હોવાની ખબરો પણ આવી હતી.

{promotion-urls}

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X