બિગ બોસ 10: મોનાએ કરી રોકકળ.. ઇંડિયાવાળા અંદરોઅંદર બાખડ્યા

Subscribe to Oneindia News

દિન પ્રતિદિન બિગ બોસ આપના માટે રસપ્રદ કિસ્સાઓ લઇને આવી રહ્યુ છે. તો ચાલો ફરી એક વાર અમે તમારા માટે લઇને આવ્યા છે બિગ બોસ 10 ની અપડેટ. બિગ બોસની લેટેસ્ટ અપડેટમાં લક્ઝરી બજેટ જીત્યા બાદ ફરી એક વાર ઇંડિયાવાળા ઘરના માલિક બની ગયા છે અને સેલિબ્રિટી બની ગયા છે સેવક.

બાની અને નીતિભા વચ્ચે ચર્ચા

બાની અને નીતિભા વચ્ચે ચર્ચા

દિવસની શરુઆત પણ નાચગાનથી થાય છે. લક્ઝરી ટાસ્ક ખતમ થયા બાદ બિગ બોસ બધા ઘરવાળાને લિવિંગ રુમમાં બોલાવે છે અને ઇંડિયાવાળાને લક્ઝરી ટાસ્ક જીતવાના અભિનંદન આપે છે અને સાથે જ સેલેબ્સને પણ પ્રોત્સાહિત કરે છે. હવે જ્યારે ઘરના માલિક અને સેવક ફરીથી બદલાઇ ચૂક્યા છે ત્યારે તેમના બેડ પણ ફરીથી બદલવામાં આવે છે. આ દરમિયાન વીજે બાની અને ગૂગલ ગર્લ નીતિભા કૌલ વચ્ચે ટિશ્યૂ પેપેર માટે ચર્ચા શરુ થઇ જાય છે.

નોમિનેશન ટાસ્ક

નોમિનેશન ટાસ્ક

બિગ બોસ કહે છે કે લક્ઝરી ટાસ્ક દરમિયાન બંને ટીમોનું પ્રદર્શન ખૂબ સરાહનીય રહ્યુ, પરંતુ હવે સમય છે નોમિનેશનનો. હવે તમારે તમારી ટીમના એક-એક એવા સભ્યને પસંદ કરવાનો છે જેનુ પ્રદર્શન ટાસ્ક દરમિયાન ખૂબ જ ખરાબ હતુ. તે સભ્યએ જેલમાં જવુ પડશે. સેલેબ્સ મોનાને પસંદ કરે છે અને ઇંડિયાવાળા સ્વામી ઓમજીને પસંદ કરે છે. મોના અને સ્વામીનું નામ સામે આવ્યા બાદ બંને પ્રતિયોગી પોતાની ટીમ સાથે ઝઘડો કરે છે. બિગ બોસના આદેશ પ્રમાણે મોના અને સ્વામીજીને જેલમાં જવુ પડે છે. જેલમાં જવાનું થતા મોના ખૂબ જ રડવા લાગે છે.

ઇમ્યુનિટી ટાસ્ક

ઇમ્યુનિટી ટાસ્ક

સ્વામી અને મોનાના જેલમાં ગયા બાદ બિગ બોસ કોમન મેન નવીનને એક કાર્ય સોંપે છે અને કહે છે કે તે પોતાની ટીમ સાથે વાત કરીને એવા બે સભ્યોના નામ જણાવે જેમનું પ્રદર્શન ટાસ્ક દરમિયાન સારુ રહ્યુ હોય. આ બે સભ્યો વચ્ચે ઇમ્યુનિટી મેળવવા માટે મુકાબલો થશે અને વિજેતા હરીફ આગામી નોમિનેશનથી સેફ રહેશે. ઇંડિયાવાળા એકબીજા સાથે ચર્ચા કરીને નવીન અને લોકેશનું નામ લે છે. આ દરમિયાન બિગ બોસ ઘરના બધા પ્રતિયોગીઓને તેમના નામની ટ્રે આપે છે અને દરેકે પોત-પોતાની મરજીથી પોતાની ટ્રે બંનેમાંથી કોઇ એકને આપવાની હોય છે.

નવીન અને લોકેશ વચ્ચે ઇમ્યુનિટી માટે લડાઇ

નવીન અને લોકેશ વચ્ચે ઇમ્યુનિટી માટે લડાઇ

આ ખેલમાં મોટાભાગના પ્રતિયોગીઓ પોતાની ટ્રે લોકેશને આપે છે જેના લીધે નવીનને બહુ જ થોડા બોક્સ મળે છે. ખેલના નિયમ પ્રમાણે બંને પ્રતિયોગીઓને આપેલા બોક્સના બધા જ બ્લોક્સ સીધા લાઇનમાં ઉભા રાખવાના હોય છે. જેના વધુમાં વધુ બ્લોક્સ ઉભા હોય તે જીતશે. લોકેશ પાસે બહુ બધા બ્લોક્સ જોઇને નવીન પોતાની હાર જોઇને ગભરાઇ જાય છે અને લોકેશના બધા બ્લોક્સ પાડી દે છે. ત્યારબાદ લોકેશ અને નવીન વચ્ચે ઉગ્ર ચર્ચા થાય છે. નવીન માત્ર બ્લોક્સ પાડી દે છે એટલુ જ નહિ તે થોડા બ્લોક્સ ચોરી પણ લે છે. લોકેશ ખૂબ રડે છે અને પોતાના બ્લોક્સ પાછા માંગે છે. હવે જોવાનુ એ રહે છે કે આ ટાસ્ક કોણ જીતે છે.

English summary
Indiawales have won the BB Laundry and are the maliks. The strongest 2 in this task are fighting it out for immunity
Please Wait while comments are loading...