શું જસલીન મથારુ સાથે અનૂપ જલોટાએ કરી લીધા ચોથા લગ્ન? શું છે વાયરલ ફોટાનુ સત્ય
ભજન સમ્રાટ અનૂપ જલોટા અને મૉડલ-સિંગર જસલીન મથારુ હાલમાં ચર્ચામાં છે જેનુ કારણ છે વાયરલ થઈ રહેલો ફોટો. જાણો સત્ય.
નવી દિલ્લીઃ ભજન સમ્રાટ અનૂપ જલોટા અને મૉડલ-સિંગર જસલીન મથારુ હાલમાં ચર્ચામાં છે જેનુ કારણ છે વાયરલ થઈ રહેલો ફોટો જેમાં બંને વર-વધુની જેમ દેખાઈ રહ્યા છે. ફોટામાં અનૂપ જલોટાના માથે સહેરો છે અને જસલીન પંજાબી દુલ્હન તરીકે ખૂબ જ આકર્ષક લાગી રહી છે. આ ફોટો જોયા બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. અટકળો લગાવવામાં આવી રહી છે કે પોતાનાથી 37 વર્ષ નાની યુવતી સાથે અનૂપ જલોટાએ ચોથા લગ્ન કરી લીધા છે.

શું અનૂપ જલોટા અને જસલીને કરી લીધા છે લગ્ન?
જો કે અહી ખાસ વાત છે કે આ ફોટાને ખુદ જસલીન મથારુએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે પરંતુ ફોટો શેર કરીને તેણે કોઈ કેપ્શન આપ્યુ નથી માટે યુઝર્સ કન્ફ્યુઝ છે અને અટકળો લગાવવામાં આવી રહી છે. વળી, અમુક લોકો એવા પણ છે જે બંનેની ટીકા કરી રહ્યા છે અને તેને સસ્તી પબ્લિસિટીનો હિસ્સો ગણાવી રહ્યો છે. એવુ પણ કહેવામાં આવી રહ્યુ છે કે આ બંને સાથે કોઈ ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યા છે અને જસલીન તરફથી શેર કરવામાં આવેલ આ ફોટો એ ફિલ્મનો હિસ્સો છે.

શું છે વાયરલ ફોટાનુ સત્ય?
હાલમાં જસલીન અને જલોટા તરફથી આ વિષય પર હજુ સુધી કંઈ કહેવામાં આવ્યુ નથી. તમને જણાવી દઈએ કે બિગ બૉસ 12માં જસલીન મથારુ અને અનૂપ જલોટાએ લવ પાર્ટ પાર્ટનર તરીકે એન્ટ્રી મારી હતી જેના પર ઘણો હોબાળો થયો હતો. બિગ બૉસ શોમાં અનૂપ અને જસલીન બંનેએ કબૂલ્યુ હતુ કે સાડા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે, અમારે ઘરવાળાથી છૂપાઈને મળવુ પડે છે પરંતુ હવે બિગ બૉસમાં અમે ખુલ્લમખુલ્લા પ્રેમ કરી શકીશુ. જો કે શોમાંથી બહાર આવતા બંને પલટી ગયા અને આને એક પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો.

અનૂપ જલોટાએ કર્યા છે ત્રણ લગ્ન
ભજન ગાઈને લોકોના દિલોમાં સાદગીની છબી બનાવનાર 67 વર્ષના અનૂપ જલોટાએ અંગત જીવનમાં ત્રણ લગ્ન કર્યા છે. તેમની પહેલી પત્ની સોનાલી પણ તેમની શિષ્યા હતા. બંને સાથે મળીને મ્યૂઝિક શો કર્યા હતા પરંતુ સમય જતા બંને વચ્ચે અંતર આવી ગયુ અને બંનેના ડિવોર્સ થઈ ગયા. બાદમાં સોનાલીએ રૂપ કુમાર રાઠોડ સાથે લગ્ન કર્યા. અનૂપ જલોટાએ ત્યારબાદ બાદ અરેન્જ મેરેજ કર્યા પરંતુ તે પણ ડિવોર્સ થઈ ગયા. ત્યારબાદ અનુપ જલોટાના જીવનમાં દેશના પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દ્રકુમાર ગુજરાલની ભત્રીજી મેઘા ગુજરાલની એન્ટ્રી થઈ.બંનેએ લગ્નનો નિર્ણય કર્યો. 2014માં મેઘાનુ લીવર ફેલ્યોરના કારણે નિધન થઈ ગયુ. અનૂપ અને મેઘાના લગ્નથી એક દીકરો છે જેનુ નામ આર્યમાન જલોટા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
