કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ટ્વિટર પર કહી આ વાત તો, મળ્યો આ જવાબ

શુક્રવારે સુનીલ ગ્રોવર અભિનીત ફિલ્મ પટાખા રિલીઝ થઈ ગઈ છે જેના માટે કપિલે તેમને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા છે.

કોમેડિયન કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે સોશિયન મીડિયા પર ઘણી વાર તકરાર જોવા મળી ચૂકી છે. પરંતુ શુક્રવારે કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે સંબંધોનો બરફ પિગળતો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સુનીલ ગ્રોવર અભિનીત ફિલ્મ પટાખા રિલીઝ થઈ ગઈ છે જેના માટે કપિલે તેમને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા છે.

sunil-kapil

કપિલ શર્માએ ટ્વિટ કરીને લખ્યુ, 'અભિનંદન અને શુભકામનાઓ, પાજી સુનીલ ગ્રોવર. મારા ફેવરેટ વિશાલ ભારદ્વાજ સર, રેખા ભારદ્વાજ મેમ અને પટાખાની સમગ્ર ટીમમે ખૂબ ખૂબ પ્રેમ અને શુભકામનાઓ'. ત્યારબાદ સુનીલ ગ્રોવરે પણ કપિલને એટલુ જ પ્રેમભર્યુ ટ્વિટ કર્યુ. સુનીલ ગ્રોવરે લખ્યુ, 'ધન્યવાદ ભાઈ જી તમારી શુભકામનાઓ માટે. સન ઓફ મનજીત માટે ઓલ ધ બેસ્ટ, તમને સફળતા મળે.' તમને જણાવી દઈએ કે કપિલ શર્મા પંજાબી ફિલ્મ સન ઓફ મનજીતને પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મ ઓક્ટોબરમાં રિલીઝ થશે.

હાલમાં જ સુનીલ ગ્રોવરે કપિલ શર્મા સાથે કામ કરવાના સમાચારો પર મૌન તોડતા કહ્યુ કે ભવિષ્ય વિશે તે અત્યારે કંઈ કહેવા નથી ઈચ્છતા. હાલમાં તે ફિલ્મોમાં બિઝી છે. ટીવી પર હાલમાં કમબેક કરવા માટે તેમની પાસે ટાઈમ નથી. ગ્રોવરે કહ્યુ કે, 'અમે બંનેએ સાથે ઘણા સુંદર શો કર્યા છે અને લોકોને ખૂબ હસાવ્યા છે પરંતુ અત્યારે હું મારી ફિલ્મોમાં વ્યસ્ત છુ એટલા માટે નથી કહી શકતો કે હું અને કપિલ શર્મા ફરીથી ક્યારે કામ કરીશુ?'

તમને જણાવી દઈએ કે કપિલ અને સુનીલ વચ્ચે દોઢ વર્ષ પહેલા માર્ચ 2017 માં ઓસ્ટ્રેલિયાથી પાછા ફરતી વખતે ફ્લાઈટમાં ઝઘડો થઈ ગયો હતો. ત્યારબાદ સુનીલે કપિલનો શો કોમેડી નાઈટ્સ વિથ કપિલ છોડી દીધો હતો. ત્યારબાદથી સતત કપિલ અને સુનીલ વચ્ચે સોશિયલ મીડિયાથી લઈને ઘણા ઈન્ટરવ્યુઝમાં તણખા ઝરતા જોવા મળ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X