મધુબાલાની છલાંગ સાથે તાલ નહીં મેળવી શક્યાં વિવિયન!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 25 જાન્યુઆરી : લોકપ્રિય ટેલીવિઝન અભિનેતા વિવિયન ડીસેના કહે છે કે મધુબાલા એક ઇશ્ક એક જુનૂન શો છોડવાનો નિર્ણય તેમની, કાર્યક્રમ નિર્માતાઓ અને કલર્સ ચૅનલની પરસ્પરની સંમતિથી લેવાયેલ નિર્ણય હતો. આ કાર્યક્રમમાં તેઓ એક પિતા તરીકેની ભૂમિકા ભજવવા માટે રાજી નહોતાં.

વિવિયને શુક્રવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું - આ કાર્યક્રમના નિર્માતાઓનો નિર્ણય છે. મારા વિચાર મુજબ તેઓ જે કરી રહ્યાં છે, તે કાર્યક્રમની ભલાઈ માટે છે. તેમણે જણાવ્યું - આજે હું જે છું, તે માત્ર તેમના જ કારણે છે. સાચે જ મને ખરાબ લાગી રહ્યું છે કે ફૅન્સ મને ફરીથી મધુબાલા... માં નહીં જોઈ શકે, પણ મારા મત મુજબ તે કાર્યક્રમ માટે સારૂં જ છે.

વિવિયને જણાવ્યું કે મધુબાલા એક ઇશ્ક એક જુનૂનમાં એક પિતાની ભૂમિકા ભજવવા માટે પોતાની જાતને તૈયાર નહીં કરી શક્યાં. તેથી તેમણે આ શો છોડવાનું નક્કી કર્યું. મધુબાલા એક ઇશ્ક એક જુનૂન 2012માં કલર્સ ઉપર શરૂ થયુ હતું. તેમાં મધુબાલા તરીકેની ભૂમિકા દૃષ્ટિ ધામી ભજવી રહ્યાં છે, જ્યારે વિવિયન ડીસેના ઋષભ કુન્દ્રા ઉર્ફે આરકેની ભૂમિકા ભજવતા હતાં.

English summary
Popular TV actor Vivian Dsena says his recently announced exit from the show "Madhubala - Ek Ishq Ek Junoon" came after a mutual decision was taken by him, the show's producers and the Colors. Besides, he wasn't convinced about playing a grown-up girl's father following a time leap.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.