For Quick Alerts
For Daily Alerts
સારેગામાપાનો ખિતાબ જસરાજ જોશીના શિરે
જોકે જસરાજ જોશી શરુઆતથી જ શોની જાન બની રહેલ છે. જજ સાજિદ ખાન અને શંકર મહાદેવને સમગ્ર શો દરમિયાન તેમના ખૂબ વખાણો કર્યાં. આ જ શોમાં બીજા સ્થાને રહ્યાં લુધિયાણાના શહેનાઝ અખ્તર, તો જયપુરના મહોમ્મદ અમન ત્રીજા અને મુંબઈના વિશ્વજીત બોરવાંકર ચોથા સ્થાને રહ્યાં. ગ્રાન્ડ ફિનાલે પ્રસંગે અનેક ગાયકોએ પોતાની રજુઆત કરી.
આ પ્રસંગે જય ભાનુશાળી તેમજ કપિલ શર્માએ સૌને હસાવતા શો રજૂ કર્યો. યોયો હની સિંહે મૅડલે ગાઈ લોકોને પોતાના સંગીતમાં મંત્રમુગ્ધ કરી નાંખ્યાં. ગાયક જાવેદ અલીએ પણ અનેક રજુઆતો કરી. પવિત્ર રિશ્તાના અંકિતા લોખંડે તથા એક્ટર ગુરમીત ચૌધરીએ સોલો ડાંસ રજૂ કર્યો.
Comments
saregamapa television reality show zee tv jasraj joshi સારેગામાપા ટેલીવિઝન રિયલિટી શો ઝી ટીવી જસરાજ જોશી
English summary
Jasraj Joshi from Pune won Zee TV's popular show Sa Re Ga Ma Pa 2012 at a grand finale in Mumbai on Sunday evening.
Story first published: Monday, January 28, 2013, 14:59 [IST]