એફઆઈઆર : ભૂત બની જશે જ્વાલામુખી ચૌટાલા

મુંબઈ, 15 જૂન : સબ ટીવીના જાણીતા શો એફઆઈઆરમાં ભૂત ઉપર આધારિત એક એપિસોડ ટુંકમાં જ આવનાર છે અને તેમાં સબ ઇંસ્પેક્ટર જ્વાલામુખી ચૌટાલા એટલે કે ચિત્રાશી રાવત ભૂતના સ્વરૂપે દેખાશે.

chitrashirawat

ચિત્રાશી આ રોલ અંગે ખૂબ જ એક્સાઇટેડ છે. તેમણે જણાવ્યું - આ ખૂબ જ રસપ્રદ છે કે હું ભૂતમાં બદલાઈ જાઉ છું. ચિત્રાશીએ એફઆઈઆરના સેટ ઉપર જણાવ્યું કે ભૂત પર આધારિત એફઆઈઆરનો ખાસ એપિસોડ આવશે કે જેમાં જ્વાલામુખીનો સામનો એક સ્વર્ગસ્થ પોલીસ ઑફિસરના ભૂત સાથે થાય છે અને તે જ્વાલામુખીને બચકા ભરી લે છે અને આ સાથે જ જ્વાલામુખી પોતે ભૂત બની જાય છે. પછી તે પોતે પણ બધાના બચકા ભરવાનું શરૂ કરે છે.

એફઆઈઆર ટેલીવિઝન શોમાં કૉન્સ્ટેબલ ગોપીનો રોલ કરી રહેલાં ગોપી ભલ્લાએ દાવો કર્યો કે તેમણે વાસ્તવિક જીવનમાં ભૂતનો સામનો કર્યો છે. હું પંજાબનો છૂં અને અમારે ત્યાં વડના ઘણાં ઝાડ છે. વડીલો દાવો કરતાં કે ભૂતો વડના ઝાડ ઉપર રહે છે. એક વખત હું રામલીલા જોઈ ઘરે પરત ફરી રહ્યો હતો. જ્યારે હું વડના ઝાડ પાસેથી પસાર થયો, ત્યારે કંઇક અવાજ સંભળાયો. હું સાયકલ પર હતો, પણ તે જ દરમિયાન મારી સાયકલ બગડી ગઈ અને મારે ઊભુ રહેવુ પડ્યું. મારા અનુભવને હું શબ્દોમાં ન કહી શકું, પણ મેં કંઇક જોયુ હતું અને હું તેને ત્યારેય નહિં ભુલી શકું. ત્યાં સાચે જ કંઇક હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X