• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કપિલ શર્માની દીકરી 'અનાયરા'નો પહેલો ફોટો આવ્યો સામે, તમે જોયો?

10 ડિસેમ્બરે કપિલ પપ્પા બન્યા છે તેમનો અને તેમની દીકરીનો ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
|
Google Oneindia Gujarati News

કૉમેડી કિંગ કપિલ શર્માના ચાહકો માટે ખુશખબરી છે કારણકે તેમની આતુરતાનો અંત આવી ગયો છે. કપિલની ઢીંગલીનો પહેલો ફોટો બધા સામે આવી ચૂક્યો છે. હા, 10 ડિસેમ્બરે કપિલ પપ્પા બન્યા છે તેમનો અને તેમની દીકરીનો ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પિંકવિલાના જણાવ્યા મુજબ કપિલ શર્માનો આ ફોટો તેમની દીકરીનો જ છે.

કપિલ શર્માની દીકરીનો પહેલો ફોટો આવ્યો સામે

વાયરલ ફોટોમાં કપિલે પોતાની નાની પરીને ખોળામાં લીધેલી છે અને પોતે મિઠાઈ ખાતા દેખાઈ રહ્યા છે. ફોટો જોઈને લાગે છે કે તેમના ઘરમાં કદાચ કોઈ પૂજા-પાઠનુ આયોજન થયુ છે. હાલમાં ફોટોમાં તેમની ઢીંગલી ખરેખર ખૂબ જ પ્રેમાણ લાગી રહી છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ હવે દીપિકા પાદુકોણ પોતાની ફિલ્મ છપાકના પ્રમોશન માટે કપિલના શો પર આવી હતી તો કપિલે પોતાની દીકરીનો ફોટો તેને બતાવ્યો હતો.

દીપિકાએ કરી હતી કપિલની દીકરીની પ્રશંસા

દીપિકાએ કરી હતી કપિલની દીકરીની પ્રશંસા

જેના પર દીપિકાએ કહ્યુ હતુ કે આ ખરેખર એન્જલ છે, બહુ સુંદર છે કપિલની દીકરી. તમને જણાવી દઈએ કે કપિલે ગિન્ની ચતરથ સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. કપિલે ખુદના પપ્પા બનવાના સમાચાર ટ્વિટર પર લોકોને આપ્યા હતા પરંતુ તેમણે હજુ સુધી પોતાની પરીનો ફોટો શેર નહોતો કર્યો.

કપિલ અને ગિન્નીના પ્રેમ લગ્ન થયા છે...

કપિલ અને ગિન્નીના પ્રેમ લગ્ન થયા છે...

કપિલ અને ગિન્નીએ પ્રેમ લગ્ન કર્યા છે, જે સમયે બંનેના લગ્નની વાત સામે આવી હતી ત્યારે કપિલ શર્માએ ખુલીને મીડિયા સાથે કહ્યુ હતુ કે તે ગિન્નીને ખૂબ જ પ્રેમ કરે છે. તેણે જ મને ખરાબ દિવસોમાં સંભાળ્યો હતો. કપિલે કહ્યુ હતુ કે તે ખૂબ જ આધ્યાત્મિક છે. તેના પૂજા-પાઠની જ અસર છે કે આજે હું ઠીક છુ, હું તેની દરેક વાત માનીશ કારણકે મને ખબર છે કે તે સાચી હોય છે, મારા માટે તે દુઆ માંગે છે. મારા ભલા માટે તે હંમેશા આસપાસ રહે છે. જેના પર ગિન્નીએ કહ્યુ કે મે જે કંઈ પણ કર્યુ છે તે પોતાના માટે કર્યુ છે, મે એ જ પાછુ આપવાની કોશિશ કરી, જે મે કપિલ પેથી મેળવ્યુ હતુ. ગિન્નીએ કહ્યુ કે કપિલ ખૂબ જ કેરિંગ, ઈમોશનલ અને પ્રેમાણ છે, તેણે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે, મે બસ એ જ આપવાની કોશિશ કરી છે.

‘મારા જિગરના ટૂકડાના મળો'

ફોટો શેર કરીને કપિલે લખ્યુ કે, ‘મારા જિગરના ટૂકડાને મળો', કપિલની ઢિંગલી ખરેખર ખૂબ જ સુંદર છે. તમને જણાવી દઈએ કે કપિલ-ગિન્નીની દીકરીનુ નામ અનાયરા શર્મા છે. અનાયરાનો અર્થ થાય છે ખુશી.

આ પણ વાંચોઃ લક્ષ્મીની દીકરીએ દીપિકા સાથે જોઈ 'છપાક', માને ગળે મળી પૂછ્યા ઘણા સવાલઆ પણ વાંચોઃ લક્ષ્મીની દીકરીએ દીપિકા સાથે જોઈ 'છપાક', માને ગળે મળી પૂછ્યા ઘણા સવાલ

English summary
Kapil Sharma and his newborn daughter's first pic is doing the rounds on the internet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X