કપિલે પૂછ્યુ - નિક પોતાની સાસુના પગે લાગે છે કે એર કિસ આપે છે, પ્રિયંકાએ આપ્યો જવાબ

પ્રિયંકા ચોપડા ફિલ્મના પ્રચાર માટે ઘણા રિયાલિટી શો અને કાર્યક્રમોમાં ભાગ લઈ રહી છે. હાલમાં જ તે જાણીતા કૉમેડી શો ધ કપિલ શર્મા શોમાં પણ ગઈ.

પ્રિયંકા ચોપડા જોનસ ત્રણ વર્ષના લાંબા સમય બાદ ધ સ્કાઈ ઈઝ પિંક ફિલ્મથી બોલિવુડમાં કમબેક કરી રહી છે. અભિનેત્રી હાલમાં ભારતમાં છે. તે ફિલ્મના પ્રચાર માટે ઘણા રિયાલિટી શો અને કાર્યક્રમોમાં ભાગ લઈ રહી છે. હાલમાં જ તે જાણીતા કૉમેડી શો ધ કપિલ શર્મા શોમાં પણ ગઈ. જ્યાં સામાન્ય રીતે હસ્તીઓ ગેસ્ટ બનીને આવે છે અને પોતાનુ કામ (ફિલ્મ)નો પ્રચાર કરે છે.

મધુ ચોપડાને પગે લાગે કે એર કિસ આપે

મધુ ચોપડાને પગે લાગે કે એર કિસ આપે

કપિલ શર્મા ખૂબ જ મજાકિયા સવાલ પૂછવા માટે જાણીતા છે અને તેમણે પ્રિયંકાને પણ કંઈક આવા જ સવાલ પણ કર્યા છે. કપિલે પ્રિયંકાને પણ એ યાદ અપાવ્યુ કે તેમણે અને પ્રિયંકાએ ડિસેમ્બર 2018માં પોતાના પાર્ટનર સાથે લગ્ન કર્યા હતા. પોત પોતાના લગ્ન વિષે વાત કરતા કપિલે પ્રિયંકાને પૂછ્યુ કે શું નિક જોનસ તેમની મા મધુ ચોપડાને પગે લાગે છે કે પછી માત્ર એર કિસ આપે છે.

બિચારા ગળે મળે છે

બિચારા ગળે મળે છે

તો આના પર પ્રિયંકાએ કહ્યુ, ‘બંનેની વચમાં! બિચારા ગળે મળે છે મમ્મીને. એટલે કે નિકે વચ્ચેનો રસ્તો શોધ્યો છે અને પોતાની સાસુને ગળે મળે છે.' દર્શકો વચ્ચે હાજર પીસીની મા મધુ ચોપડાએ પણ તેના જવાબ પર સંમતિ વ્યક્ત કરી.

11 ઓક્ટોબર, 2019ના રોજ રિલીઝ

11 ઓક્ટોબર, 2019ના રોજ રિલીઝ

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડાની ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકને હાલમાં જ ટોરેન્ટો ફઇલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થયુ છે જ્યાંથી ઘણી પ્રશંસા મળી. અભિનેત્રીએ પોતાના અનુભવને શેર કરતા કહ્યુ, હું ચારવાર ટીઆઈએફએફ ગઈ છુ અને કહીશ કે હા, આ એવા લોકો છે જે જોઈને આવ્યા છે કારણકે આ એક ફિલ્મ સમારંભ છે. આ લોકો થોડા કડક છે, તે સરળતાથી ખુશ કરાતી ભીડ નથી. અને આ રીતના દર્શકોને ઉભા થઈને લાંબા સમય સુધી તાળીઓ વગાડતા જોવા અદભૂત હતા. જ્યારે અમને એ વાતની ખબર નહોતી કે અમારે રોકાવુ જોઈએ કે જતુ રહેવુ જોઈએ. આ ફિલ્મમાં પ્રિયંકા સાથે ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત સરાફ પણ જોવા મળશે. આ ફિલ્મ 11 ઓક્ટોબર, 2019ના રોજ રિલીઝ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X