1 વર્ષની થઈ કપિલની દીકરી અનાયરા શર્મા, કૉમેડી કિગે શેર કર્યા Birthday Pics

કૉમેડી કિંગ કપિલ શર્માની શહેજાદી અનાયરા શર્મા (Anayra Sharma) ગુરુવારે એક વર્ષની થઈ ગઈ છે.

Kapil Sharma: કૉમેડી કિંગ કપિલ શર્માની શહેજાદી અનાયરા શર્મા (Anayra Sharma) ગુરુવારે એક વર્ષની થઈ ગઈ છે. પપ્પા કપિલે પોતાની ગુડિયાના ફર્સ્ટ બર્થડેના ફોટા શેર કરીને પોતાના બધા ફેન્સનો આભાર માન્યો છે. કપિલના શેર કરેલા ફોટા અત્યારે સોશિયલ મીડિયા પર આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે. લોકો તેના પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે અને અનાયરાને ખૂબ જ પ્રેમ કહી રહ્યા છે.

અનાયરાનો પહેલો જન્મદિવસ

અનાયરાનો પહેલો જન્મદિવસ

વાયરલ ફોટામાં બેબી અનાયરા કોઈ રાજકુમારીથી કમ નથી લાગી રહી. એક ફોટામાં અનાયરા કેક પાસે બેઠેલી છે અને કપિલ તેની સાથે રમી રહ્યો છે. વળી, બીજા ફોટામાં અનાયરા પોતાની દાદીન ખોળામાં ખૂબ ખુશ જોવા મળી રહી છે.

'તમારા સૌના પ્રેમ અને આશીર્વાદ માટે આભાર'

'તમારા સૌના પ્રેમ અને આશીર્વાદ માટે આભાર'

આ ફોટા શેર કરીને કપિલ શર્માએ લખ્યુ, 'અમારી લાડોના પહેલા જન્મદિવસ પર આટલો બધો પ્રેમ અને આશીર્વાદ આપવા માટે તમારા સૌનો ખૂબ-ખૂબ આભાર. ગિન્ની અને કપિલ..' એક ફોટામાં કપિલ સાથે તેની પત્ની ગિન્ની પણ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે એવા સમાચાર છે કે કપિલ-ગિન્ની બંને ફરીથી મમ્પી-પપ્પા બનવાના છે અને નવા વર્ષના પહેલા મહિનામાં જ તેમના ઘરે નાના બાળકની કિલકારીઓ ગુંજશે.

કપિલ ફરીથી બનશે પપ્પા?

કપિલ ફરીથી બનશે પપ્પા?

ઉલ્લેખનીય છે કે 12 ડિસેમ્બરે કપિલ-ગિન્ની પોતાના લગ્નની બીજી વર્ષગાંઠ સેલિબ્રેટ કરવાના છે. હાલમાં દરેકને બસ હવે કપિલના સ્ટેટમેન્ટની રાહ છે કારણકે તેમને લાગે છે કે કપિલ પોતાના ફેન્સ સાથે આટલા મોટા ન્યૂઝ જરૂરથી શેર કરશે. તમને જણાવ દઈએ કે ગિન્ની અને કપિલે ડિસેમ્બર 2018માં લગ્ન કર્યા હતા. આ લવ મેરેજ હતા કે જે ઘણા સંઘર્ષો બાદ લગ્નમાં પરિણમ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X