બે મહિના પછી સોશ્યિલ મીડિયા પર પાછા આવ્યા કપિલ શર્મા, ક્યાં હતા તે જણાવ્યું

હવે કપિલ શર્મા ફેન્સ માટે સારા સમાચાર આવી ચુક્યા છે કારણકે કપિલ શર્મા ટ્વિટર પર પાછા આવી ગયા છે.

કોમેડી કિંગ કહેવા કપિલ શર્મા છેલ્લા બે મહિનાથી ગાયબ હતા. તેમના અચાનક આવી રીતે ગાયબ થવાથી તેમના ફેન્સ પણ દુઃખી હતા. પરંતુ હવે કપિલ શર્મા ફેન્સ માટે સારા સમાચાર આવી ચુક્યા છે કારણકે કપિલ શર્મા ટ્વિટર પર પાછા આવી ગયા છે. ગુરુવારે મોડી રાત્રે તેઓ ટ્વિટર પર પાછા આવ્યા હતા. તેમને ટવિટ કરીને જણાવ્યું કે તેઓ ફેન્સ સાથે ટ્વિટર ચેટ કરશે. કપિલ શર્માના ટવિટ પર જોરદાર પ્રતિક્રિયા જોવા મળી હતી.

કપિલ શર્માએ જણાવ્યું કે, ક્યાં ગાયબ હતા

લોકોએ કપિલ શર્માની તબિયત પૂછતાં ઘણા સવાલો કર્યા. લોકોએ પૂછ્યું કે તમે આટલા દિવસ ક્યાં હતા. તેના જવાબમાં કપિલે જણાવ્યું કે તેઓ ટ્રાવેલિંગ કરી રહ્યા હતા અને ખુબ જ જલ્દી ટીવી પર નવા શૉ સાથે આવશે.

વિવાદોમાં રહ્યા કપિલ શર્મા

સોની ટીવી પર ફેમેલી ટાઈમ વિથ કપિલ શર્મા જેવા ફ્લોપ શૉ ઘ્વારા કમબેક કરનાર કપિલ શર્મા માટે છેલ્લા કેટલાક દિવસ ઘણા ખરાબ રહ્યા હતા. તેમનો પહેલો શૉ તેમના જુના સાથીઓ સાથે લડાઈને કારણે બંધ થઇ ગયો. ત્યારપછી તેઓ પોતાની કથિત પ્રેમિકા અને મેનેજર પ્રીતિ સિમોસ ને કારણે ચર્ચામાં રહ્યા.

6 એપ્રિલથી ગાયબ કપિલ શર્મા

કપિલ શર્મા ઘ્વારા ગંદી ગંદી ગાળો ભરેલા ટવિટને કારણે તેમની સામે મોરચો ખોલી નાખ્યો. કપિલ શર્માએ એડિટર, પ્રીતિ સિમોસ અને તેની બહેન સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી. ત્યારપછી 6 એપ્રિલથી તેઓ લાપતા થઇ ગયા છે. તેઓ કોઈ પણ મીડિયા સાથે વાત નથી કરી રહ્યા.

કપિલ શર્માએ બદલી લાઈફસ્ટાઈલ

વચ્ચે એવી ખબર આવી હતી કે કપિલ શર્મા ડિપ્રેશનમાં છે અને દારૂની લત તેમને બરબાદ કરી રહી છે. હવે આ ખબર કેટલી સાચી અને કેટલી ખોટી છે તેના વિશે કપિલ શર્મા જ જાણે છે. પરંતુ આ વાતમાં કોઈ જ શંકા નથી કે કપિલ શર્માના ફેન્સ તેમના કમબેક કરવાની રાહ જોઈ રહ્યા છે. કપિલ શર્માએ મોડી રાત્રે જે ટવિટ કર્યું છે તેમાં તેમને જણાવ્યું છે કે તેઓ પોતાની લાઈફસ્ટાઈલ બદલવા માટે કોશિશ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X