100 કરોડના સેટ સાથે ભવ્ય આગમન.. ટીવીનો સૌથી મોંઘો શો.. શનિ

Subscribe to Oneindia News

7 નવેમ્બરે ટીવીની દુનિયામાં પહેલી વાર શનિ દેવની કહાની 'કર્મફલ દાતા શનિ' ને ટીવી પર ટેલીકાસ્ટ કરવામાં આવી. શો નું નિર્દેશન સ્વસ્તિક પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યુ છે. શો ના સેટને એટલી ભવ્ય રીતે સજાવવામાં અને બનાવવામાં આવ્યો જેને તમે આજ સુધી કોઇ બીજા શો માં નહિ જોયો હોય. શો ના નિર્દેશક સિદ્ધાર્થ કુમાર તિવારી કહે છે કે શનિનો જન્મ પૃથ્વીના નિર્માણ પહેલા સૂર્યલોકમાં થયો હતો. આપણામાંથી કોઇને ખબર નથી કે ત્યારે શું કેવુ હશે, અમે જે સેટ બનાવ્યો છે તે કાલ્પનિક છે.

તમને જણાવી દઇએ કે 'કર્મફલ દાતા શનિ' ના ભવ્ય સેટ બનાવવામાં આશરે 600 કામદારોની મહેનત છે. જ્યારે સિદ્ધાર્થને પૂછ્યુ કે, 'તમારા શો નો સમય 9 વાગ્યાનો છે તો શું તમને શો ના ટીઆરપીની ચિંતા નથી?' આના જવાબમાં સિદ્ધાર્થ કહે છે કે, 'કર્મ કરો ફળની ચિંતા ના કરો' આ જ તો શનિની કહાની છે, અમે બહુ જ મહેનત કરી છે અને અમને વિશ્વાસ છે કે અમારી મહેનત વ્યર્થ નહિ જાય.'

શો માં દરેક વસ્તુને ખૂબ જ ઝીણવટપૂર્વક બનાવવામાં આવી છે. પછી તે ભગવાન સૂર્યનો સૂર્યમહેલ અને સિંહાસન હોય કે કલાકારોના કપડા અને તેમના આભૂષણ. તમને જણાવી દઇએ કે શો ના દરેક પાત્રોના કપડા અને આભૂષણો કિમતી પત્થરોથી સુસજ્જિત કરેલા છે. જ્યાં શનિ શુદ્ધ નીલો નીલમ પહેરેલ દેખાશે તો સૂર્ય દેવ પણ કિમતી રુબીને ધારણ કરશે અને શુક્રાચાર્ય પણ હીરાઓથી જડેલા નજરે પડશે. આવો નજર કરીએ શો ના મુખ્ય કલાકારો પર...

shani 1

કાર્તિક


'કર્મફલ દાતા શનિ' માં કાર્તિક શનિની મુખ્ય ભૂમિકામાં નજર આવશે. તે શો માં નીલ વસ્ત્રોમાં દેખાશે અને પોતાના મસ્તક પર એક નીલ પણ જડેલો દેખાશે. તમને જણાવી દઇએ કે શનિને તેના પિતા સૂર્યદેવે ઠુકરાવ્યો હતો. ત્યારબાદ તેનું લાલન પાલન તેની મા એ જંગલોમાં કર્યુ હતુ.

shani 2

સલિલ અંકોલા


સલિલ શો માં સૂર્ય દેવની ભૂમિકામાં નજરે પડશે. આ શો માં તેનો પરિવેશ ઘણો ભવ્ય હશે. તમને જણાવી દઇએ કે શો મેકર્સે માત્ર તેમના પરિધાન પર જ નહિ પરંતુ તેમની તલવારો પણ ઓરિજનલ બતાવવાની કોશિશ કરી છે. સૂર્યદેવની તલવારનું વજન 45 કિ.ગ્રા. છે.

shani 3

જૂહી પરમાર


બિગ બોસ સિઝન 5 ની વિજેતા જૂહી પરમાર લાંબા સમય બાદ શો 'કર્મફલ દાતા શનિ' સાથે ટીવીની દુનિયામાં પાછી આવી રહી છે. તે આ શો માં સંગ્ના અને છાયાની ભૂમિકા નિભાવશે. સંગ્નાનો પરિવેશ રાણીના અનુરુપ હશે તો છાયાનો પરિવેશ કાળા અને લાલ રંગનો હશે. તમને જણાવી દઇએ કે જૂહીના બંને કોસ્ચ્યુમનું વજન આશરે 25 કિ.ગ્રા છે.

shani 4

કુણાલ બક્શી


કુણાલ બક્શી આ શો માં ઇન્દ્રની ભૂમિકામાં નજરે પડશે. ઇન્દ્ર વર્ષાના દેવ છે અને તેમની સવારી એરાવત છે.

English summary
Karmphal Data Shani have a grand extravagantly in a sprawling set spread across 65,000 sq ft in Umbergaon
Please Wait while comments are loading...