Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બિગ બૉસથી નારાજ કરણી સેના, કહ્યુ- 'લગ્ન વિના મા બનવાનુ કહે છે આ શો'

રાજસ્થાન બેઝ્ડ રાજપૂતોની કરણી સેનાએ શોના બેડ ફ્રેન્ડ ફોરેવર કૉન્સેપ્ટ પર જબરદસ્ત વાંધો છે જેના કારણે તેમણે આ શોને બંધ કરવાની માંગ કરી છે.

કલર્સના લોકપ્રિય શો બિગ બૉસ અને વિવાદોને ચોલી-દામનનો સાથ છે. એવી કોઈ સિઝન નથી જતી જ્યારે આ શો ન્યૂઝ ચેનલો પર છવાતો ના હોય. એક વાર ફરીથી આ શોના વિરોધમાં અમુક લોકોએ મોરચો ખોલી દીધો છે. રાજસ્થાન બેઝ્ડ રાજપૂતોની કરણી સેનાએ શોના બેડ ફ્રેન્ડ ફોરેવર કૉન્સેપ્ટ પર જબરદસ્ત વાંધો છે જેના કારણે તેમણે આ શોને બંધ કરવાની માંગ કરી છે.

વિવાદોમાં સલમાન ખાનનો શો બિગ બૉસ

વિવાદોમાં સલમાન ખાનનો શો બિગ બૉસ

કરણી સેનાએ આ વિશે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર પણ લખ્યો છે જેમાં તેમણે લખ્યુ છે કે આ શો ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે. બિગ બૉસ 13માં કાશ્મીરના છોકરા સાથે હિંદુ છોકરીઓને બેડ પાર્ટનર બનાવવામાં આવ્યા છે. છોકરીઓને મૉર્ડન બનાવવાના નામે ખોટી માનસિકતા ફેલાવવામાં આવી રહી છે.

લગ્ન વિના મા બનવા માટે કહે છે બિગ બૉસ 13

લગ્ન વિના મા બનવા માટે કહે છે બિગ બૉસ 13

અપરિણીત છોકરીઓને મા બનવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યુ છે અને આ સંપૂર્ણપણે હિંદુ સંસ્કૃતિને બરબાદ કરનારો શો છે, જે માત્ર આપણા દેશના યુવાનોને ભ્રમિત અને ખોટી શિક્ષા આપી રહ્યો છે અને એટલા માટે આ શો તાત્કાલિક અસરથી બંધ કરી દેવો જોઈએ.

કરણી સેનાએ કર્યો હતો પદ્માવતનો વિરોધ

કરણી સેનાએ કર્યો હતો પદ્માવતનો વિરોધ

ઉલ્લેખનીય છે કે આ એ જ કરણી સેના છે જેણે સંજય લીલા ભણશાળીની ફિલ્મ પદ્માવત સામે મોરચો ખોલી દીધો હતો અને બહુ હોબાળો મચ્યો હતો. તેણે અભિનેત્રી દીપિકા પાદુકોણનુ માથુ કાપવાની ધમકી પણ આપી હતી. બહુ દિવસો સુધી ચાલેલા વિવાદ બાદ આ ફિલ્મનુ નામ બદલીને રિલીઝ કરવામાં આવી હતી.

બિગ બૉસનુ પ્રસારણ બંધ કરાવવાની માંગ

બિગ બૉસનુ પ્રસારણ બંધ કરાવવાની માંગ

માત્ર કરણી સેના જ નહિ પરંતુ સલમાન ખાનના આ રિયાલિટ શો સામે યુપીના મુઝફ્ફરનગર જિલ્લામાં અમુક હિંદુ સંગઠન રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમણે શોના પોસ્ટર રસ્તા પર બાળી દીધી તેમજ આ લોકોએ ટીવી શો બિગ બૉસ દ્વારા અશ્લીલતાનો પ્રચાર કરવાનો આરોપ લગાવીને ફિલ્મ અભિનેતા સલમાન ખાન સામે જૂલુસ પણ કાઢ્યુ અને તેનુ પૂતળુ પણ બાળ્યુ.

શો માટે સંત સમાજમાં પણ ગુસ્સો

આ શો માટે સંત સમાજમાં પણ ગુસ્સો પ્રવર્તી રહ્યો છે. અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ અને મહામંત્રી મહંત હરિગિરીએ ફિલ્મ અભિનેતા સલમાન ખાનના શો બિગ બૉસનુ પ્રસારણ બંધ કરવાની વાત ઉઠાવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X