For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘કૌન બનેગા કરોડપતિ' ના નામે ઠગી રહ્યા છે ફ્રોડ, આવી રહ્યા છે નકલી કોલ

કૌન બનેગા કરોડપતિની દસમી સિઝન શરૂ થયા બાદ શો ના નામનો દુરુપયોગ પણ થવા લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

કૌન બનેગા કરોડપતિની દસમી સિઝન શરૂ થયા બાદ શો ના નામનો દુરુપયોગ પણ થવા લાગ્યો છે. ફ્રોડ સ્કેમર દ્વારા લોકોનો ડેટાબેઝ તૈયાર કરીને તેમના મોબાઈલ નંબર પર ફોન કરી જીતની ખોટી વાતો બોલી લોકોને હજારો રૂપિયાનો ચૂનો લગાવી ચૂક્યા છે. અત્યાર સુધી એવા ઘણા મામલા સામે આવી ચૂક્યા છે જેમાં લોકો કેબીસીના નામની જાળનો શિકાર બની ચૂક્યા છે. ગેઝેટ્સ નાઉના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સ્કેમર પોતાના ડેટાબેઝથી કોઈને પણ રેન્ડમ કોલ કરે છે અને તેમને ફસાવવાની કોશિશ કરે છે. જો વોઈસ કોલથી લોકો જાળમાં ન ફસાય તો તે વૉટ્સએપના માધ્યમથી લોકો સુધી પહોંચવાની કોશિશ કરે છે.

આ પણ વાંચોઃ પીરિયડ્ઝ નહિ પરંતુ આ હતુ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રતિબંધનું કારણ?આ પણ વાંચોઃ પીરિયડ્ઝ નહિ પરંતુ આ હતુ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રતિબંધનું કારણ?

પહેલા વિશ્વાસ જતાવે છે સ્કેમર

પહેલા વિશ્વાસ જતાવે છે સ્કેમર

સ્કેમર લોકોને એમ કહીને વિશ્વાસ અપાવે છે કે તમારા પરિવારના કોઈ સભ્યએ ભાગ લીધો હશે અથવા તમારો નંબર આપ્યો હશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે અમુક લોકો આ જાળમાં ફસાઈ પણ ગયા છે. આ સાથે સાથે લોકોના ફસાવવાની સંભાવના એટલા માટે પણ વધી ગઈ છે કારણકે કેબીસીમાં સોની લાઈવ મોબાઈલ એપ્લીકેશન પર એક પ્લે-અલોન્ગની સુવિધા શરૂ કરી છે જેના દ્વારા દર્શક તેમાં ભાગ લઈ શકે છે અને રોકડ પુરસ્કાર જીતી શકે છે. એટલા માટે લોકો ઝડપથી આ જાળમાં ફસાઈ રહ્યા છે.

આ રીતે સ્કેમર લોકોને જાળમાં ફસાવી રહ્યા છે

આ રીતે સ્કેમર લોકોને જાળમાં ફસાવી રહ્યા છે

સ્કેમર સૌથી પહેલા લોકોનો ડેટાબેઝ તૈયાર કરે છે બાદમાં રેન્ડમલી કોલ કરે છે. ત્યારબાદ તે સામેવાળા વ્યક્તિને જણાવે છે કે તે કેબીસી રિપ્રેઝન્ટેટિવ છે અને તે લોકોને જણાવે છે કે તમે આ ગેમમાં કેવી રીતે શામેલ થશો. ત્યારબાદ પણ જો કોઈ તેમની જાળમાં ન ફસાય તો તેને કોમ્પિટિશનમાં શોર્ટ લિસ્ટ થયા હોવાની વાત જણાવે છે. ત્યારબાદ સવાલ કરે છે અને જીતવાની વાત કહે છે. ત્યારબાદ લોકોને કહે છે કે તમારે ફીસ રૂપે અમુક રકમ બેંક દ્વારા ભરવાની રહેશે. બસ આ જાળમાં લોકો ફસાઈ જાય છે. કેટલાક કેસ તો એવા પણ સામે આવ્યા છે કે સ્કેમર લોકોના બેંક અકાઉન્ટ નંબર પણ લઈ લીધા.

સૌથી વધુ કોલ 0092 કોડથી

સૌથી વધુ કોલ 0092 કોડથી

પોલિસમાં નોંધાયેલી ફરિયાદો અનુસાર સૌથી વધુ નકલી કોલ 0092 થી શરૂ થતા નંબરથી આવે છે. પહેલા સ્કેમર પોતાને કેબીસી ટીમનો હિસ્સો ગણાવે છે અને બાદમાં સવાલ-જવાબ કરી 25 થી 30 લાખ રૂપિયા ઈનામી રકમ જીતવા માટે 8-10 હજાર રૂપિયા બેંકમાં જમા કરવા માટે કહેવામાં આવે છે. એટલા માટે જો તમે આ છેતરપિંડીથી બચવા ઈચ્છો છો તો પોતાની પર્સનલ માહિતી કોઈની પણ સાથે શેર ના કરો.

આ પણ વાંચોઃ લગ્નમાં વર્જિનિટી ટેસ્ટનો વિરોધ કરવા પર મહિલાને ગરબા રમવાથી રોકીઆ પણ વાંચોઃ લગ્નમાં વર્જિનિટી ટેસ્ટનો વિરોધ કરવા પર મહિલાને ગરબા રમવાથી રોકી

English summary
Kaun Banega Crorepati name used by Fraudsters to dupe people with lure of KBC prize money
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X