પરિવાર અને સમાજ બંને સંભાળશે દેશ કી બેટી નંદિની

મુંબઈ, 3 ઑક્ટોબર : ફૅમિલી ડ્રામા શોનો ભાગ રહેલ ચુકેલાં ટેલીવિઝન અભિનેત્રી કીર્તિ નાગપુરે હવે રાજકારણ પર આધારિત ટેલીવિઝન શ્રેણી દેશ કી બેટી નંદિનીમાં મુખ્ય ભૂમિકા ભજવશે. તેમને પુરતો વિશ્વાસ છે કે કાર્યક્રમ સાથે દર્શકો જોડાશે.

દેશ કી બેટી નંદિની આગામી 7મી ઑક્ટોબરથી સોની ચૅનલ ઉપર પ્રસારિત થશે. કીર્તિએ જણાવ્યું - હું એક એવા કાર્યક્રમનો ભાગ બની બહુ ખુશ ચું કે જે દર્શાવે છે કે કઈ રીતે એક છોકરી નિપુણતા સાથે પરિવાર અને સમાજ બંનેને સંભાળી શકે છે. મને પુરતો વિશ્વાસ છે કે આ સીરિયલ દર્શકો વચ્ચે સ્થાન મેળવશે. હું શો અંગે કોઈ પણ જાતના દબાણમાં નથી, કારણ કે મને વિશ્વાસ છે કે તે સફળ થશે.

છેલ્લે પરિચય નઈ જિંદગી કે સપનોં કા શોમાં સિદ્ધીનો રોલ કરનાર 21 વર્ષીય કીર્તિ નાગપુરેએ દાવો કર્યો કે તેઓ ટેલીવિઝન ઉદ્યોગનો વ્યવસાય સમજે છે. તેમણે જણાવ્યું - મને ટીઆરપી નથી સમજાતી, પણ આ બાબતથી વાકેફ છું કે ટીવી ઉદ્યોગમાં વસ્તુઓ કઈ રીતે કામ કરે છે. મને લાગે છે કે જો વિષયવસ્તુ દમદાર અને રસપ્રદ ન હોય, તો કંઈ જ કામ નહીં લાગે. અમે સૌ જાણીએ છીએ કે લોકો આતુરતાપૂર્વક કાર્યક્રમ જોવાનો ઇંતેજાર કરે છે. આ એક હકારાત્મક પ્રત્યાઘાત છે.

દેશ કી બેટી નંદિનીમાં મુખ્ય નાયકની ભૂમિકામાં રફી મલિક છે. ઉપરાંત સુજાતા સહેગલ તથા મનોજ ચંદીલા પણ આ સીરિયલમાં કામ કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X