‘નંદિની’ કીર્તિ પહેરશે 75 લાખનો મોંઘેરો લહેંગો!
મુંબઈ, 23 ડિસેમ્બર : ટેલીવિઝન અભિનેત્રી કીર્તિ નાગપુરે કાર્યક્રમ દેશ કી બેટી નંદિનીમાં પોતાના લગ્નના દૃશ્યમાં 75 લાખ રુપિયાનો લહેંગો પહેરશે. આ પોશાક ફૅશન ડિઝાઇનર રિયાઝ ગંગજી તેમજ તેમની ટીમ લિબાસે ડિઝાઇન કર્યું છે.

રિયાઝ ગંગજીએ કીર્તિ તેમજ રફી મલિક બંને માટે વૈવાહિક વસ્ત્રો ડિઝાઇન કર્યાં છે. આ વસ્ત્રો તૈયાર કરવાનો શ્રેય ગંગજી પોતાના પત્ની અને ટીમને આપે છે. દેશ કી બેટી નંદિની રાજકારણ પર આધારિત કહાણી છે. આ સીરિયલ સોની ટીવી ઉપર પ્રસારિત થાય છે.












Click it and Unblock the Notifications
