khdjlj : સાંચીને ગમે છે રાજપૂતાણા કપડાં
મુંબઈ, 27 નવેમ્બર : આજકાલ સોની ટીવીના ચર્ચિત કાર્યક્રમ કહતા હૈ દિલ જી લે જરાની લવ-સ્ટોરી દરેકને ગમી રહી છે. વયનો અંતર ધરાવતી આ લવલી લવ-સ્ટોરી જોવા માટે લોકો આતુર છે. શોમાં સાંચીનો લીડ રોલ પ્લે કરતાં અભિનેત્રી સંગીતા ઘોષ નાના પડદે ભલે સીધા-સાદી અને સાધારણ પહેરવેશમાં નજરે પડતા હોય, પણ અંગત જીવનમાં તેઓ રાજપૂતાણા પહેરવેશની વિવિધ પોશાકો ઉપર પ્રયોગ કરવાનું પસંદ કરે છે.

કહતા હૈ દિલ જી લે જરા શોને લોકો ખૂબ જ રસપૂર્વક નિહાળી રહ્યાં છે. લોકોને સાંચી અને ડીવીની લવ-લાઇફ અંગે જાણવા બહુ આતુરતા છે, તો બીજી બાજુ શોના હીરો ડીવી ઉર્ફે રુસલાન મુમતાઝે પણ લોકોનો ધ્યાન ખેંચ્યો છે. આ અંગે તેમણે જણાવ્યું કે તેમને પડદા ઉપર મોટી વયની મહિલા સાથે રોમાંસ કરતા કોઈ મુશ્કેલી નથી પડી રહી.












Click it and Unblock the Notifications
