For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિગ બોસ 13: શોમાંથી બહાર થતા જ કોએનાએ કર્યો ખુલાસો, સલમાન પર લગાવ્યો આરોપ

ટેલિવિઝન શો બિગ બોસ 13 પોતાના કન્ટેસ્ટન્ટ માટે હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે શોના હોસ્ટ સલમાન પર એક અભિનેત્રીએ મોટો આરોપ લગાવીને સૌને ચોંકાવી દીધા છે.

|
Google Oneindia Gujarati News

ટેલિવિઝન શો બિગ બોસ 13 પોતાના કન્ટેસ્ટન્ટ માટે હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે શોના હોસ્ટ સલમાન પર એક અભિનેત્રીએ મોટો આરોપ લગાવીને સૌને ચોંકાવી દીધા છે. શોમાં હાલમાં ફિનાલેની રેસ શરૂ થઈ ચૂકી છે અને સલમાન ખાને આનુ એલાન વીકેન્ડના વારમાં જ કરી દીધુ હતુ. આ સપ્તાહે શોમાંથી બે કન્ટેસ્ટન્ટ બહાર થયા જેમાંથી એક કોએના મિત્રા હતી. કોએનાએ શોમાંથી બહાર થતા જ સલમાન ખાન અને બિગ બોસ પર સોશિયલ મીડિયા પર સવાલ ઉઠવા લાગ્યા છે. આના પર અભિનેત્રીએ પણ મૌન તોડ્યુ છે.

સલમાન ખાન પર એકતરફા વલણનો આરોપ

સલમાન ખાન પર એકતરફા વલણનો આરોપ

બિગ બોસના પહેલા દિવસથી કોએના મિત્રાએ દર્શકોના દિલ જીતી લીધા હતા. શોમાંથી બહાર થતા પહેલા બધાને આ જ લાગી રહ્યુ હતુ કે કમસે કમ ફિનાલે સુધી તો તે જરૂર પહોંચશે પરંતુ જ્યારે તેમને ઘરમાંથી બહાર કાઢવામાં આવી તો આ વાત દર્શકોને હજમ ના થઈ અને તે સોશિયલ મીડિયા પર સલમાન ખાન અને બિગ બૉસ પર સવાલ ઉઠાવવા લાગ્યા. વળી, બિગ બૉસના ઘરમાંથી પાછી આવ્યા બાદ કોએનાએ પોતાના પહેલી પ્રતિક્રિયામાં શો વિશે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા, કોએનાએ સલમાન ખાન પર એકતરફા વલણનો આરોપ લગાવ્યો.

શહનાઝનો બચાવ કરવાનો આરોપ

શહનાઝનો બચાવ કરવાનો આરોપ

મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં કોએનાએ કહ્યુ કે સલમાન ખાન મને મારી વાત રાખવાનો મોકો ન આપ્યો. તેમણે એકતરફા વલણ અપનાવીને માત્ર બીજાની વાતો સાંભળી. તેમણે કહ્યુ ઘરની અંદર જ્યારે બીજા સપ્તાહમાં મે શહનાઝની મજાક ઉડાવવાની વાત કરી તો સલમાન તેનો બચાવ કરીને કહ્યુ કે લોકો આને પસંદ કરી રહ્યા છે. કોએનાએ સલમાન ખાન પર વ્યક્તિગત રીતે શહનાઝનો બચાવ કરવાનો આરોપ લગાવ્યો.

આ પણ વાંચોઃ Kylie Jennerનો સેક્સી Video વાયરલ, જોઈને જ થઈ જશો પાણીપાણીઆ પણ વાંચોઃ Kylie Jennerનો સેક્સી Video વાયરલ, જોઈને જ થઈ જશો પાણીપાણી

શહનાઝ ગિલને કોઈ પસંદ નથી કરતુ

શહનાઝ ગિલને કોઈ પસંદ નથી કરતુ

કોએના મિત્રાએ જણાવ્યુ કે ઘરની બહાર આવવા પર મે એ અનુભવ કર્યો કે શહનાઝને કોઈ પસંદ નથી કરી રહ્યુ, દરેક તેની પીઠ પાછળ તેની ટીકા કરી રહ્યા છે. જ્યારે મે સલમાનને સવાલ કર્યો કે શું દર્શક ગરિમા અને સિદ્ધાંતોને પસંદ નહિ કરે તો સલમાન તરફથી જવાબ આવ્યો કે આ બધા માટે અલગ પ્લેટફોર્મ છે. આનો અર્થ એ કે બિગ બૉસ સિદ્ધાંતો અને ગરિમા જાળવવા માટે નથી.

આ મંચ બધાના માટે નથી

આ મંચ બધાના માટે નથી

કોએનાએ કહ્યુ કે સલમાને પોતાના કથનથી દર્શકોને સંદેશ આપ્યો કે આ શો શિક્ષિત, બુદ્ધિમાન અને સમ્માનજનક મહિલાઓ માટે નથી. તેમણે કહ્યુ કે આ મંચ બધાના માટે નથી. કોએનાએ સ્પષ્ટ કર્યુ કે તે સલમાનના વલણથી બહુ નિરાશ હતી, કોએને લાગ્યુ કે સલમાન તેની વિરુદ્ધ છે અને સના માટે વડીલની ભૂમિકા નિભાવી રહ્યા છે.

English summary
Koena Mitra blame BIG BOSS 13 and Salman Khan for Shehnaz Gill
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X