લગ્ન કરવા જઈ રહ્યો છે પ્રત્યુશા બૅનર્જીનો એક્સ બોયફ્રેન્ડ
પોતાની એક્સ ગર્લફ્રેંડ પ્રત્યુશા બૅનર્જીની મૌતના લગભગ 2 વર્ષ પછી તેનો એક્સ બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહ લગ્ન કરી રહ્યો છે.
પોતાની એક્સ ગર્લફ્રેંડ પ્રત્યુશા બૅનર્જીની મૌતના લગભગ 2 વર્ષ પછી તેનો એક્સ બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહ લગ્ન કરી રહ્યો છે. રાહુલ રાજ સિંહ પોતાની એક્સ ગર્લફ્રેંડ સલોની શર્મા સાથે લગ્ન કરશે. પોતાના લગ્નની જાણકારી તેને ઇન્સ્ટાગ્રામ પર કેક નો ફોટો અપલોડ કરીને આપી હતી. રાહુલ પર પ્રત્યુશા બૅનર્જીને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવાનો આરોપ હતો. હાલમાં જ તેને કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામલામાંથી બહાર નીકળવા માટે અનુરોધ કર્યો હતો.

આ રીતે જણાવી પોતાના લગ્નની ખબર
થોડા દિવસ પહેલા રાહુલે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. તેની ફોટો તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી વખતે પોતાની ગર્લફ્રેંડ સલોનીનો આભાર માન્યો અને તેને પોતાની થવાવાળી પત્ની ગણાવી. રાહુલે લખ્યું કે આજે જન્મદિવસે તે દરેકનો આભાર માને છે જેને તેને શુભેચ્છા આપી છે.

આ છોકરી સાથે પ્રત્યુશાને દગો આપી રહ્યા હતા રાહુલ
આગળ તેને લખ્યું કે સૌથી સ્પેશ્યલ થેંક યુ મારી ખાસ મિત્ર સલોની શર્માને, જેઓ ખુબ જ જલ્દી મારી પત્ની બનશે. સલોની રાહુલ માટે તેના જન્મદિવસે કેક પણ લઈને આવી હતી જેના પર લખ્યું હતું કે 'હેપી બર્થડે હબી'. સલોની તે જ યુવતી છે જેની સાથે રાહુલ પર પ્રત્યુશાને દગો આપવાનો આરોપ લાગ્યો હતો.

પંખા પર લટકીને પ્રત્યુશાએ આત્મહત્યા કરી હતી
નાના પરદે બાલિકા વધુ સિરિયલમાં આનંદી નામ ઘ્વારા ફેમસ થયેલી પ્રત્યુશા બૅનર્જીએ 1 એપ્રિલ 2016 દરમિયાન આત્મહત્યા કરી લીધી હતી. તેની લાશ મુંબઈમાં તેના ફ્લેટના પંખા પર લટકેલી મળી હતી. તેના નજીકના મિત્રો ઘ્વારા જણાવ્યા અનુસાર તે પોતાના કામ અને આર્થિક હાલતથી પરેશાન હતી પરંતુ એટલી કમજોર પણ ના હતી કે આત્મહત્યા કરી લે. આ મામલે તેના બોયફ્રેન્ડ રાહુલ રાજ પર તેને આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લાગ્યો હતો.












Click it and Unblock the Notifications
