મધુબાલાએ બનાવી દૃષ્ટિને લોકપ્રિય
મુંબઈ, 28 મે : ટેલીવિઝન સીરિયલ મધુબાલા એક ઇશ્ક એક જુનૂનમાં મહત્વનો રોલ કરનાર દૃષ્ટિ ધામી આ વાતથી ખૂબ જ ખુશ છે કે આ લોકપ્રિય સીરિયલમાં તેમના પાત્રને ખૂબ પસંદ કરાઈ રહ્યું છે. દૃષ્ટિ આ શ્રેણીની સફળતાનો શ્રેય સમગ્ર ટીમને આપે છે.

સીરિયલના સેટ ઉપર દૃષ્ટિ ધામીએ જણાવ્યું - જરૂર! મારા ઘણા બધા પ્રશંસકો છે કે જેઓ મારો શો જુએ છે અને મને પ્રેમ કરે છે. ઉપરાંત એક વાત એ પણ છે કે આ સીરિયલની વાર્તા રોચક અને મનોરંજક છે. તેમની સફળતાનો શ્રેય અમારી ટીમની દરેક વ્યક્તિને ફાળે જાય છે.
ફિલ્મી પૃષ્ઠભૂમિ કરતાં જુદી મધુબાલા એક ઇશ્ક એક જુનૂન સીરિયલ મધ્યમ વર્ગની આકાંક્ષાઓ, મૂલ્યો અને અભિલાષાઓ અંગે છે. આ શ્રેણીનં પ્રસારણ ગત વર્ષે મેથી શરૂ થયુ હતું. તેમાં દૃષ્ટિ અને વિવિઆન ડિ'સેના મુખ્ય ભૂમિકામાં છે.












Click it and Unblock the Notifications
