મધુબાલા લગાવશે છલાંગ, આરકે થશે બહાર!
મુંબઈ, 23 જાન્યુઆરી : લોકપ્રિય ટેલીવિઝન સીરિયલ મધુબાલા એક ઇશ્ક એક જુનૂન આવતા મહીને પોતાની વાર્તામાં એક છલાંગ લગાવશે. તેમાં સુપરસ્ટાર ઋષભ કુંદ્રા ઉર્ફે આરકેની ભૂમિકા ભજવનાર વિવિયન ડીસેના સીરિયલમાંથી બહાર થઈ જશે અને સીરિયલમાં નવા કલાકારોની એન્ટ્રી થશે.

વિવિયને બુધવારે ટ્વીટ કર્યું - તમે લોકોએ જે સમાચાર સાંભળ્યા, તે દુર્ભાગ્યે સો ટકા સાચા છે. મધુબાલાની વાર્તા છલાંગ લગાવવા જઈ રહી છે અને આ છલાંગ બાદ હું તેનો ભાગ નહીં હોઇશ. નોંધનીય છે કે આ સીરિયલ 2012માં કલર્સ ઉપર શરૂ થઈ હતી કે જેમાં મધુબાલાની ભૂમિકા દૃષ્ટિ ધામી કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
