Pics : મલ્લિકાએ કહ્યું - દુલ્હન બનૂં મૈં તેરી...
મુંબઈ, 25 એપ્રિલ : મર્ડર ગર્લ મલ્લિકા શેરાવતે પોતાના માટે બૉલીવુડના જાણીતા નિર્માતા-દિગ્દર્શક કરણ જૌહરને પરફેક્ટ કુંવારા બતાવી નવી ચર્ચાને જન્મ આપી દીધો છે.
મલ્લિકા શેરાવત ધ બૅચલરેટ ઇન્ડિયા મેરે ખ્યાલોં કી મલિકા નામના રિયલિટી શોને હોસ્ટ કરવા જઈ રહ્યાં છે. આ શો લાઇફ ઓકે ચૅનલ ઉપર ટુંકમાં જ શરૂ થનાર છે. આ શો માટે યોજાયેલ પ્રેસ કૉન્ફરંસ દરમિયાન મલ્લિકા શેરાવતે મીડિયાના સવાલોના બિંદાસ્ત જવાબો આપ્યાં.
મલ્લિકાએ મીડિયાના સવાલના જવાબમાં સ્પષ્ટ રીતે જણાવી દીધું કે તેમની સાથે લગ્ન માટે જો કોઈ યોગ્ય હોય, તો તે કોઈ બીજું નહીં, પણ બૉલીવુડના ડૅશિંગ સ્માર્ટ પ્રોડ્યુસર કરણ જૌહર જ છે. તેથી કરણ જૌહર જો તેમને પ્રપોઝ કરે, તો તેઓ પુનઃ લગ્ન અંગે વિચારી શકે છે. મલ્લિકા શેરાવત કદાચ એટલે બિંદાસ્ત ગર્લ ગણાય છે.
આવો તસવીરો સાથે જાણીએ મલ્લિકા શેરાવતે બીજું શું કહ્યું?

દુલ્હન બનૂં મૈં તેરી...
એક બાળકના માતા અને ડાઇવૉર્સી હોવા છતાં મલ્લિકાએ થોડાંક દિવસ અગાઉ જણાવ્યુ હતું કે તેઓ લગ્નમાં વિશ્વાસ નથી ધરાવતાં, પરંતુ કદાચ કરણ જૌહરની લગ્ન તેમજ પ્રેમ વિષયક ફિલ્મો જોઈ તેમનું વિચાર એકદમથી બદલાઈ ગયું છે. એટલે જ તો તેમણે જાહેરમાં પોતાના માટે કરણ જૌહરને બેસ્ટ જાહેર કર્યાં.

દુલ્હન બનૂં મૈં તેરી...
મલ્લિકાએ જણાવ્યું કે તેમને મૂંછો સાથે કોઈ સંબંધ નથી. મૂંછો ધરાવતો યુવાન પણ ચાલશે અને મૂંછો ન ધરાવતો હોય, તોય ચાલશે. એટલે કરણ જૌહર જો મૂંછો ધરાવે, તો પણ તેમને ફરક નથી પડતો.

દુલ્હન બનૂં મૈં તેરી...
મલ્લિકાને પૂછવામાં આવ્યું કે આ અગાઉ રાખી અને રતનના સ્વયંવર થયા હતાં, પરંતુ લગ્નનું ઠેકાણું નથી. શું તેઓ આ શોમાં લગ્ન કરશે? મલ્લિકાએ નખરાળા અંદાજમાં જણાવ્યું કે લગ્નની ખબર નથી, પરંતુ હું પોતાના માટે સાચો પ્રેમ શોધવા આવી છું.

દુલ્હન બનૂં મૈં તેરી...
મલ્લિકા શેરાવતને સ્ટેજ ઉપર જોઈ લોકો અગાઉથી જ ઘેલા થઈ રહ્યા હતાં. ઉપરાંત સ્વયંવરની વાત સાંભળી આ ફૅન્સ વધુ ઉત્સાહિત થઈ ગયાં.

દુલ્હન બનૂં મૈં તેરી...
મલ્લિકાએ જણાવ્યું કે તેમને ઈમાનદાર છોકરો જોઇએ. તેનામાં સચ્ચાઈ હોવી જોઇએ. તેનો પ્રેમ સાચો હોવો જોઇએ. તેમને લુક્સ એટલે કે શકલથી વધારે નિસ્બત નથી. તેમના આ જવાબથી લોકોએ તાળીઓ પાડી મલ્લિકાના વખાણ કર્યાં.

દુલ્હન બનૂં મૈં તેરી...
મલ્લિકા શેરાવત સૌપ્રથમ પોતાની ખ્વાહિશ ફિલ્મથી ચર્ચામાં આવ્યાં. પછી તેમણે મર્ડર જેવી ફિલ્મ કરી બૉલીવુડનું ટ્રેન્ડ બદલી નાંખ્યું. મલ્લિકા શેરાવતનું સ્વયંવર ટુંકમાં જ લાઇફ ઓકે ચૅનલે પ્રસારિત થવાનું છે.












Click it and Unblock the Notifications
