24 પૂર્ણ થતાં જ ચૉકલેટ્સ અને સ્વીટ્સમાં ગરકાવ મંદિરા બેદી
મુંબઈ, 30 ડિસેમ્બર : ટેલીવિઝન કાર્યક્રમ 24માં સરકારી એજંટ નિકિતા રાયની ભૂમિકા ભજવનાર મંદિરા બેદી હાલ ચૉકલેટ્સ અને સ્વીટ્સ વચ્ચે ગરકાવ થઈ ગયાં છે. 24 શોમાં મંદિરા બેદીએ નિકિતા રાય તરીકેની ભૂમિકા ભજવવા માટે ફિટ રહેવું જરૂરી હતું, પણ હવે આ શો ખતમ થઈ ગયો છે અને મંદિરાને રાહત મળી ગઈ છે.

41 વર્ષીય અભિનેત્રી મંદિરા બેદી કહે છે કે હવે તેઓ સીધા આવતા વર્ષે વ્યાયામ કરશે. તેમણે જણાવ્યું - હું અને વ્યાયામ? અમે બંને વર્ષ 2014માં મિત્ર બનીશું. અનિલ કપૂર નિર્મિત 24 ટેલીવિઝન શોમાં અનિલ કપૂર સાથે મંદિરા બેદી મહત્વની ભૂમિકામાં હતાં અને હવે આ શોનો બીજો ભાગ પણ અનિલ કપૂર બનાવવાના છે.












Click it and Unblock the Notifications
