મુંબઈ, 13 જાન્યુઆરી : કોકે સાચુ જ કહ્યું છે કે ફિલ્મ અને ટીવીની દુનિયામાં કોઈ કોઈનું મિત્ર નથી હોતું. કોઇક ક્યારેક મિત્ર બની દેખાય છે, તો ક્યારેક તે જ મિત્ર તેનો સૌથી મોટો દુશ્મન બની જાય છે. આપ વિચારતા હશો કે આ શું કહી રહ્યાં છીએ અમે? તો સાંભળો. અમે વાત કરીએ છીએ કૉમેડિયન કપિલ શર્માની કે જેમને પડકાર આપવા સુનીલ ગ્રોવર ઉર્ફે ગુત્થી તૈયાર છે અને સ્ટાર પ્લસ ઉપર પોતાનો શો છુટકી દ્વારા કપિલને ટક્કર આપવાની તૈયાર છે.
કપિલ શર્મા હજી આ વાત સમજી શક્યા હોત, ત્યાં તો તેમને વધુ એક આંચકો લાગ્યો છે અને તે એ છે કે સુનીલ ગ્રોવરના નવા શો છુટકીને હોસ્ટ કરવા જઈ રહ્યાં છે કપિલના ખૂબ જ નિકટના ગણાતા મનીષ પૉલ. કપિલ અને મનીષા પૉલે કલર્સના ડાન્સ રિયિલટી શો ઝલક દિખલા જાને સાથે મળી હોસ્ટ કર્યો હતો, પરંતુ હવે બંને એક-બીજાને પડકાર ફેંકતા નજરે પડશે. ગુત્થી ઉર્ફે સુનીલ ગ્રોવરના શો છુટકીનું પ્રસારણ ટુંકમાં જ શરૂ થનાર છે. શોના પ્રોમો શરૂ થઈ ગયાં છે.નોંધનીય છે કે કપિલ શર્મા અને મનીષ પૉલ સામાન્ય રીતે ઈવેંટ્સ અને ઍવૉર્ડ્સ ફંક્શનમાં સાથે નજરે પડતા હોય છે. લોકોની નજરે બંને સારા મિત્રો છે, પરંતુ હવે ઉપસતું ચિત્ર કંઈક ઓર જ કહે છે. જોકે માનવું પડશે કે બંને સારા હોસ્ટ છે. જોઇએ હવે સુનીલ-કપિલની લડાઈમાં મનીષ પૉલ કેટલો તડકો લગાવવામાં સફળ રહે છે?