બિગ બોસ 10: એકબીજા માટે ઘરવાળાએ કુરબાની આપી ટાસ્ક કર્યા પૂરા

Subscribe to Oneindia News

બિગ બોસના ઘરમાં રોજ કંઇને કંઇ નવો તમાશો થતો રહે છે, જે ક્યારેક તોફાન લાવે છે તો ક્યારેક સુનામી. જે બિગ બોસમાં ગઇ કાલે રાતે એવુ જ બન્યુ.


તમને જણાવી દઇએ કે વીકેંડના વારમાં સલમાન ખાને ઇમ્યુનિટી મેટાલિયન વિશે પ્રતિયોગીઓને જાણ કરી હતી. બીજા દિવસે બિગ બોસે પ્રતિયોગીઓને ઇમ્યુનિટી મેટાલિયન ટાસ્ક સમજાવતા કહ્યુ કે આ ટાસ્કમાં ઘરવાળાને 1 થી લઇને 25 લાખ સુધીની બોલી લગાવવાની રહેશે.

જેની બોલી સૌથી વધુ હશે તે ઇમ્યુનિટી મેટાલિયન જીતશે. ગુગલ ગર્લ નીતિભા કૌલ 25 લાખની બોલી લગાવીને ઇમ્યુનિટી મેટાલિયન જીતી ગઇ. ઇમ્યુનિટી મેટાલિયન જીત્યા બાદ હવે નીતિભા આખી સિઝનમાં નોમિનેશનની પ્રક્રિયાથી બે વાર સુરક્ષિત રહી શકશે.

દિવસની શરુઆત થઇ 'મેરે પિયા ગયે રંગુન કિયા હે વહાં સે ટેલિફુન' ગીતથી. ત્યારબાદ ઘરના સભ્યો એવુ વિચારીને દુખી થઇ જાય છે કે જો ઘરેથી ફોન આવ્યો તો શું વાત કરશે?


આ દરમિયાન બોગ બોસ ઘરના પ્રતિયોગીઓને ઘરમાં થનારા ફોન ટાસ્ક વિશે જણાવે છે. તમને જણાવી દઇએ કે આ ટાસ્ક દરમિયાન બિગ બોસ તેમને નોમિનેશનથી પોતાને સુરક્ષિત રાખવા માટે બાકી ઘરવાળાથી કંઇક એવા કામ કરાવવાનું કહે છે કે જે કરવા માટે તેઓ ખચકાય. આવો જાણીએ આ ટાસ્ક્ની ચટપટી વાતો.

ફોન ટાસ્ક

ફોન ટાસ્ક

બિગ બોસ ઘરના ગાર્ડન એરિયામાં એક કાંટાથી ભરેલી ખુરશી રાખે છે. બિગ બોસ એક એક કરીને બધા ઘરવાળાને તે ખુરશી પર બેસવાનું કહે છે. સાથે જ દરેક પ્રતિયોગીને નોમિનેટ કરવાનો પણ આદેશ આપે છે.

બાની

બાની

સૌથી પહેલા તે સીટ પર બેસીને બાની ફોનનું રીસિવર ઉઠાવે છે તો તેને બિગ બોસ કહે છે કે તે આ સપ્તાહમાં નોમિનેટેડ છે અને તેણે પોતાને બચાવવા માટે તેના દોસ્ત ગૌરવને પોતાની આઇબ્રો બ્લીચ કરાવવા માટે મનાવવો પડશે. બિગ બોસનુ આ ફરમાન સાંભળીને બાની ચોંકી જાય છે.

ગૌરવ

ગૌરવ

બાનીની આ વાત સાંભળીને પહેલા તો ગૌરવ ના પાડી દે છે પરંતુ બાદમાં બાની તેને સંભળાવતા કહે છે કે, ‘કોઇ દોસ્ત નથી આ ઘરમાં મારુ'. બસ, પછી શું. ગૌરવે પોતાની દોસ્તને બચાવવા પોતાની આઇબ્રો બ્લીચ કરાવી લીધી.

રોહન

રોહન

ટાસ્ક ખતમ થયા બાદ બાની રોહનને નોમિનેટ કરે છે. બિગ બોસ રોહનને કહે છે કે તેણે નોમિનેશનથી પોતાને બચાવવા માટે કડવાચોથ દરમિયાન કરણના ઘરેથી આવેલી તેની પત્ની નિશા રાવલની તસવીર નષ્ટ કરાવીને તેને ચોપ કરાવવી પડશે.

કરણ

કરણ

જો કે પહેલા કરણ પણ ગૌરવની જેમ આ ટાસ્ક કરવા માટે ના પાડે છે પરંતુ ઘણો વિચાર કર્યા બાદ તે પોતાની પત્ની નિશાની તસવીર નષ્ટ કરવા માટે રાજી થઇ જાય છે.

મોના

મોના

રોહન ટાસ્ક ખતમ થયા બાદ મોનાને નોમિનેટ કરે છે. બિગ બોસ મોનાને કહે છે કે તે મનુને કહે કે દિવાળી વખતે તેના ઘરેથી આવેલી ઢીંગલીને બિગ બોસ દ્વારા આપવામાં આવેલી કાતરથી કાપી નાખે.

મનુ

મનુ

જ્યારે મોના આ વાત મનુને કહે છે કે તો તે એકદમ રાજી થઇ જાય છે અને પોતાના હાથે જ પોતાની ગુડિયાને ખતમ કરી દે છે. જો કે બાદમાં મનુ વોશરુમમાં જઇને રડે છે.

નીતિભા

નીતિભા

મોના ટાસ્ક ખતમ થયા બાદ નીતિભાને નોમિનેટ કરે છે પરંતુ નીતિભા આ સપ્તાહે પોતે જીતેલ ઇમ્યુનિટી મેટાલિયનનો ઉપયોગ કરીને પોતાને બચાવી લે છે અને જતા જતા ગૌરવને નોમિનેટ કરી દે છે.

 ગૌરવ

ગૌરવ

બિગ બોસ ગૌરવને કહે છે કે તે પોતાને નોમિનેશનથી બચાવવા માટે બાનીને કહે કે તેની દોસ્ત ગોહરે આપેલા જેકેટને તે પેઇંટથી ભરેલી ડોલમાં ડૂબાડી દે.

બાની

બાની

જેવી રીતે ગૌરવે બાનીને નોમિનેશનથી બચાવી એવી રીતે હવે વારો હતો બાનીનો. બાનીએ ભારે મન સાથે દોસ્તી નિભાવતા ગોહરે આપેલ જેકેટને પેઇંટથી ભરેલી ડોલમાં ડૂબાડી દીધુ.

English summary
Manu punjabi to deastroy his beloved doll to save monalisa in Bigg Boss 10
Please Wait while comments are loading...