મોના પર ભડકી મનુ પંજાબીની ગર્લફ્રેંડ.. કંઇક એવુ કહ્યુ કે..

Subscribe to Oneindia News

બિગ બોસ સિઝન 10 જ્યારથી શરુ થયુ છે ત્યારથી મોના અને મનુની દોસ્તી મીડિયામાં બહુ જ ચર્ચાસ્પદ બની રહી છે. રોજેરોજ બંનેની વચ્ચે વધતી દોસ્તી ઘરની અંદર અને બહાર ઉથલપુથલ કરી રહી છે. હાલમાં જ મોના અને મનુની વધતી દોસ્તીને કારણે મોનાના બોયફ્રેંડે પણ તેની સાથેના સંબંધો તોડવાની વાત કરી હતી.

આ દરમિયાન મનુની ગર્લફ્રેંડ પ્રિયાએ એક લીડિંગ અખબારને આપેલા ઇંટરવ્યૂમાં મોનાને ડેસ્પો કહી દીધી. પ્રિયાએ કહ્યું કે તે મનુને બહુ સારી રીતે જાણે છે. તે છોકરીઓ સાથે એકદમ ફ્રેંક રહે છે પરંતુ મોના તેનો ખોટો અર્થ કાઢી રહી છે.

મોના અને મનુની વધતી દોસ્તી વિશે પ્રિયા બોલી કે હા, એકવાર એવુ બન્યુ હતુ જ્યારે હું ઇંસિક્યોર થઇ ગઇ હતી. આગળની સ્લાઇડમાં જુઓ કે પ્રિયાએ શું કહ્યુ મોના-મનુના સંબંધો વિશે.

ડેસ્પો છે મોના

ડેસ્પો છે મોના

હાલમાં જ મનુની ગર્લફ્રેંડ પ્રિયાએ એક લીડિંગ અખબારને આપેલા ઇંટરવ્યૂમાં મોનાને ડેસ્પો કહીને કહ્યુ કે તે જબરદસ્તી મનુની પાસે આવે છે. મનુ સાથે ઇંટીમેટ થવાની કોશિશ કરે છે, ‘મને મોનાલીસા પસંદ નથી. તે બહુ જ ડેસ્પરેટ છે. તે જ્યારે જુઓ ત્યારે મનુની આસપાસ ફર્યા કરે છે. તે કેટલી વાર નોમિનેટ થઇ ચૂકી છે. જો મનુ ના હોય તો તે શોમાં ટકી જ ના શકે.

જબરદસ્તીથી ઇંટીમેટ થવાની કોશિશ

જબરદસ્તીથી ઇંટીમેટ થવાની કોશિશ

મનુએ મોનાને કહ્યું હતુ કે જો તે એક મહિનો શો માં ટકી જાય તો બહુ થઇ ગયુ. તે જાણે છે કે જે દિવસે મનુ અને મનવીર ગુર્જર તેને છોડી દેશે તે દિવસે તેના માટે શો માં ટકવુ મુશ્કેલ બની જશે. એટલા માટે જ તે બંનેની આગળ પાછળ ફર્યા કરે છે અને મનુને કિસ-હગ કરીને ઇંટીમેટ થવાની કોશિશ કરતી રહે છે.

મોના ચીપકે છે મનુ સાથે

મોના ચીપકે છે મનુ સાથે

પ્રિયાએ આગળ જણાવ્યુ કે મનુ પોતાની ફિમેલ ફ્રેંડ સાથે આવી જ રીતે નોર્મલ બીહેવ કરે છે. પ્રિયાએ આગળ કહ્યુ કે હું જેટલો મનુને જાણુ છુ એ હિસાબે મોના માત્ર તેની સારી દોસ્ત છે.

મને મનુ પર ભરોસો છે

મને મનુ પર ભરોસો છે

મને ખબર છે કે કેટલાક લોકોને એવુ લાગી રહ્યુ છે કે મોનાની નજીક જઇને મનુ ખોટુ કરી રહ્યો છે કારણકે તે પહેલેથી રિલેશનશીપમાં છે. પરંતુ આ વાતોથી મને કોઇ ફરક પડતો નથી કારણકે મનુ ઓફ સ્ક્રીન પણ આવો જ છે. તે પોતાની ફિમેલ ફ્રેંડ સાથે આવો જ છે જેવો તે મોના સાથે છે.

ટીવી વાળા ખોટુ બતાવે છે

ટીવી વાળા ખોટુ બતાવે છે

ઘણી વાર હું તેને કહુ છુ કે તેના ઓવર ફ્રેંડલી નેચરનો લોકો ખોટો અર્થ કાઢશે પરંતુ તે આવો જ છે. હું જાણુ છુ કે જેવુ ટીવી પર બતાવવામાં આવી રહ્યુ છે તેવુ મનુ મોના વિશે ફીલ કરતો નથી.

મોનાથી નફરત છે મને

મોનાથી નફરત છે મને

એક એપિસોડમાં મે જોયુ હતુ કે મોનાલીસા કહી રહી હતી કે મનુ મને પેંપર નથી કરતો. જ્યારે મનુ ઘરની કોઇ બીજી છોકરી સાથે વાત કરે છે તો એને ઇર્ષ્યા થાય છે. આ બધુ જોઇને મને તેનાથી નફરત થાય છે.

ઇનસિક્યોર ફીલ કરુ છુ

ઇનસિક્યોર ફીલ કરુ છુ

ઇંટરવ્યૂમાં પ્રિયાએ એ પણ જણાવ્યુ કે જ્યારે મનુએ મોનાલીસા માટે ગીત ગાયુ ત્યારે તે ઇંસિક્યોર થઇ ગઇ હતી. તેણે કહ્યુ કે, હું એક સામાન્ય છોકરી છુ અને ઇનસિક્યોર ફીલ કરુ છુ. હું નહિ પરંતુ મોના તેની સાથે 24*7 સાથે રહે છે.

મને મારા ફિયાંસ પર પૂરો ભરોસો છે

મને મારા ફિયાંસ પર પૂરો ભરોસો છે

મને યાદ છે એક એપિસોડમાં મનુએ મોના માટે ગીત ગાયુ હતુ. તે વખતે હું મારા ઇમોશન રોકી શકી નહોતી અને રડવા લાગી હતી કારણકે તે જ ગીત મનુ મારા માટે ગાતો હતો. બાદમાં મે મારા દિલને સમજાવ્યુ કે આ બધુ રિયલ નથી. મને મારા ફિયાંસ પર પૂરો ભરોસો છે.

English summary
Manu Punjabi's girlfriend Priya Saini says she HATES Mona Lisa.
Please Wait while comments are loading...