મોડેલ સોનિકા ચૌહાણની હત્યા મામલે બોયફ્રેન્ડ વિક્રમની ધરપકડ

Written By:
Subscribe to Oneindia News

29 એપ્રિલના રોજ વીજે, મોડેલ અને એન્કર સોનિકા ચૌહાણનું એક કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. સોનિકા ચૌહાણના બોયફ્રેન્ડ વિક્રમ ચેટર્જીની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. ગુરૂવારે મધરાતે કલકત્તા પોલીસ દ્વારા વિક્રમ ચેટર્જીની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે વિક્રમ ચેટર્જી પર પહેલેથી રેશ ડ્રાઇવિંગનો આરોપ હતો, હવે બિનઇરાદાપૂર્વકની હત્યાના આરોપ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે.

sonika chauhan

વિક્રમ ચેટર્જીને ઓછામાં ઓછા 2 વર્ષની સજા થઇ શકે એમ છે. આઇપીસીની કલમ 304 હેઠળ વિક્રમ ચેટર્જી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અનુસાર આ મામલે તેમની પાસે પર્યાપ્ત પુરાવાઓ છે. નોંધનીય છે કે, પોલીસ દ્વારા વિક્રમ ચેટર્જી વિરુદ્ધ કેસ દાખલ કરાયા બાદ તેઓ ફરાર થઇ ગયા હતા અને પોલીસ છેલ્લા કેટલાક અઠવાડિયાથી વિક્રમની શોધ કરી રહી હતી.

29 એપ્રિલના રોજ વિક્રમ અને સોનિકા એક પાર્ટીમાંથી પરત ફરી રહ્યાં હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. કહેવાઇ રહ્યું છે કે, વિક્રમ એ સમયે નશામાં હતા. તપાસ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત કારમાંથી એક બોટલ મળી આવી હતી, જેમાં આલ્કોહોલ હોવાની વાત સાબિત થઇ હતી. વિક્રમની કારની સ્પીડ એ સમયે 100 kmphથી વધુ હતી.

English summary
Model Sonika Chauhan death in accident accused actor Vikram Chatterjee arrested.
Please Wait while comments are loading...