અશ્લીલ એમએમએસમાં ફિટ કરાયો હતો મોના સિંહનો ચહેરો

મુંબઈ, 2 એપ્રિલ : મોના સિંહના એમએમએસે છેલ્લા કેટલાંક દિવસોથી ઇંટરનેટ જગતમાં તહેલકો મચાવ્યો હતો, પરંતુ આ એમએમએસનું રહસ્ય હવે ખુલી ગયું છે. એમએમએસમાં ન્યુડ દેખાતી છોકરી મોના સિંહ નહીં, પણ કોઇક બીજી છે અને તેના ચહેરા ઉપર મોના સિંહનો ચહેરો બેસાડવામાં આવ્યો છે.

mona-singh-fake-mms

આ અશ્લીલ અને નકલી એમએમએસે મોના સિંહ સહિત તેમના આખા પરિવારને હેરાન કરી નાંખ્યો હતો. મોના સિંહે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને મુંબઈ પોલીસની તપાસમાં આ એમએમએસનું રહસ્ય ખુલી ગયું.

જસ્સી જૈસી કોઈ નહીં ફેમ ટેલીવિઝન કલાકાર મોના સિંહની ફરિયાદ બાદ પોલીસે તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે મોના સિંહના નામે જે એમએમએસ નંખાયો હતો, તે નકલી હતો અને તેમાં મોના નહીં, પણ કોઇક બીજી યુવતી છે. તેના ચહેરા ઉપર મોના સિંહનો ચહેરો ફિટ કરાયો હતો. આ રહસ્ય ખુલ્યા બાદ મોના સિંહ અને તેમના સમગ્ર પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

પોલીસનું સાયબર ક્રાઇમ સેલ આ અશ્લીલ એમએમએસ અંગે તપાસ કરી રહ્યું છે અને જાણવાની કોશિશ કરી રહ્યું છે કે આખરે કોણે આ રીતે મોના સિંહને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X