બિકીની પછી હવે મોની રોયનો હોટ લૂક આવ્યો સામે...
નાગિન અભિનેત્રી મોની રોયની સ્ટાઇલ અને લૂકના તો બધા જ દિવાના છે. મોની રોય જે પણ કરે તે હવે ફેશન બની જાય છે. જેવા પણ કપડાં પહેરે તે નવી સ્ટાઇલ બનીને લોકોને આકર્ષિત કરે છે. એટલા માટે મોની રોયના ફેન્સની સંખ્યા પણ ઓછી નથી. (Also Read: Hot Pics: આ છે ટીવીની સુપરસ્ટાર અભિનેત્રી, હોટ અને ગ્લેમરસ )

હાલમાં જ મોની રોય એ એક મેગેઝીન કવર માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં મોનીનો આવો લૂક તમે પહેલા ક્યાંય પણ નહીં જોયો હોય. આ ફોટોશૂટ દરમિયાન મોની ખુબ જ હોટ દેખાઈ રહી છે. મોની રોયએ સ્માર્ટ લાઈફ મેગેઝીન માટે આ ફોટોશૂટ કરાવ્યું છે. (Also Read: મોની રોય ઉર્ફ નાગિને ગોવામાં બતાવી કંઇ આવી હોટ અદાઓ )

અભિનેત્રી મોની રોયએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં મોની રોય ખુબ જ આકર્ષક અને હોટ દેખાઈ રહી છે.

ટેલિવિઝનની સૌથી ફેમસ અભિનેત્રી મોની રોય ફરી એકવાર ટીવી પરદે આવી રહી છે. ફેમસ એવી ટીવી સિરિયલ નાગિન જ્યારે બંધ થઇ હતી ત્યારે મોની રોયના ફેન્સ નિરાશ થઇ ગયા હતા. પરંતુ જેવી ખબર આવી કે નાગિન 2 ખુબ જ જલ્દી શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે તે ફેન્સ ખુશ પણ થયા હતા.

ફેન્સ મોની રોયને પાછી ફરેલી જોઈને ખુબ જ ખુશ છે અને મોની રોય પણ તેના ફેન્સ માટે એક ખાસ સરપ્રાઈઝ લઈને આવી રહી છે. જે નાગિન ફેન્સને ચોક્કસ ગમશે.

સરપ્રાઈઝ પણ ખુબ જ રસપ્રદ છે. આ સરપ્રાઈઝ એ છે કે નાગિન 2માં મોની રોય આપણે ડબલ રોલમાં જોવા મળશે.

આપણે જણાવી દઈએ કે નાગિનની પહેલી સીઝનમાં અર્જુન બિજલાનીએ પિતા અને પુત્રનો ડબલ રોલ કર્યો હતો. બસ તે જ રસ્તે મોની પણ ચાલી પડી છે.

નાગિનની બીજી સીઝનમાં મોની શિવન્યાની સાથે સાથે તેની જ દીકરી શિવાંગીનો રોલ પણ કરશે. આ સીઝનમાં અદા ખાન અને સુધા ચંદન પણ જોવા મળશે.

મોની રોય ની સિરિયલ નાગિન સુપર હીટ રહી હતી. આમ જોવા જઈએ કે છેલ્લા કેટલાક સમયથી મોની રોય ના કરિયરમાં ખૂબ જ સારો ઉછાળ આવ્યો છે. આ સારા કરિયર માટે તેની સિરિયલ નાગિનનો પણ મોટો હાથ છે.

જ્યાં નાગિન સિરિયલ પોતાની અલગ કહાનીને કારણે પોપ્યુલર રહી. ત્યાં જ નાગિનની મુખ્ય અભિનેત્રી મોની રોય પણ આ શો ધ્વારા ટીવીની સુપરહીટ અભિનેત્રી બની ચુકી છે. નાગિન ના અવતારમાં લોકોને મોની રોય ખુબ જ પસંદ આવી.













Click it and Unblock the Notifications
