ઝલક દિખલા જા : મુક્તિને શાન અને લૉરેનનો ભય!

મુંબઈ, 22 જુલાઈ : ટેલીવિઝન સોમાં નૃત્ય રજૂ કરનાર કલાકારોમાંના એક મુક્તિ મોહન ઝલક દિખલા જા 6માં ભાગ લઈ રહ્યાં છે. તેમણે સહ-સ્પર્ધક ગાયક શાન તેમજ આંતરરાષ્ટ્રીય નર્તકી અને અભિનેત્રી રેન ગૉટલીબને પોતાના પ્રતિસ્પર્ધી ગણાવ્યાં.

mukti-mohan

લૉરેન તેમજ શાન ઉપરાંત કરણવીર વોહરા, દૃષ્ટિ ધામી, સિદ્ધાર્થ શુક્લા, સના સઈદ, કરણ પટેલ તેમજ ઇન્ડિયા ગૉટ ટૅલેંટના વિજેતા સોનાલી અને સુમંત સ્પર્ધામાં છે. મુક્તિ મોહને જણાવ્યું - દરેક નર્તક તથા જે નર્તક ન પણ હોય, એક સ્પર્ધક છે. શાન પોતાના શારીરિક હાવભાવથી વાર્તા સારી રીતે કહી જાય છે. તેઓ મારા માટે જોખમરૂપ છે. તેમણે જણાવ્યું - લૉરેન પણ એક તાલીમબદ્ધ નર્તકી છે. હું તેમના શો અને પરફૉર્મન્સ જોઉ છું. તેઓ મારા અને મારા બહેન માટે પ્રેરણાસ્રોત હતાં. હવે તેઓ મારા પ્રતિસ્પર્ધી છે. આ હિમ્મતનું કામ છે, પણ આ કાયમની જેમ મજદેરા રહેશે.

કલર્સ ચૅનલ ઉપર પ્રસારિત થતા ઝલક દિખલા જા શોમાં બૉલીવુડ હસીના માધુરી દીક્ષિત તથા કરણ જૌહર અને રેમો ડિસૂઝા નિર્ણાયકો છે. મુક્તિએ જણાવ્યું - મેં જ્યારે જરા નચ કે દિખા કર્યુ હતું. વિષય હતો છોકરીઓ વર્સિસ છોકરાઓ. અમે એકલ, સમૂહ અને બે નાટકો કર્યાં. તે પછી કપિલ શર્મા સાથે કૉમેડી સર્કસ કર્યું. તે પછી હું થિયેટરમાં ગઈ અને બે નાટકો કર્યાં, પણ વ્યાવસાયિક સાથે ગેર વ્યાવસાયિક ફિલ્મો પણ કરવા માંગુ છું. દરેક ફિલ્મમાં નૃત્ય હશે અને હું નૃત્ય સાથે ફિલ્મ કરવાનું પસંદ કરીશ. મારી થિયેટર પૃષ્ઠભૂમિના કારણે હું અન્ય પ્રકારની ફિલ્મો પણ કરી શકુ છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X