'ભાભીજી ઘર પર હે'માં નેહા પેંડસે સૌમ્યા ટંડનને રિપ્લેસ કરશે
ટીવીના કોન્ટ્રોવર્સિયલ શો બિગ બૉસની બારમી સિઝનમાં જોવા મળી ચૂકેલી અભિનેત્રી નેહા પેંડસેના ફેન્સ માટે સારા સમાચાર છે.
ટીવીના કોન્ટ્રોવર્સિયલ શો બિગ બૉસની બારમી સિઝનમાં જોવા મળી ચૂકેલી અભિનેત્રી નેહા પેંડસેના ફેન્સ માટે સારા સમાચાર છે. સમાચાર છે કે નેહા પેંડસેને એન્ડ ટીવીના કૉમેડી શો 'ભાભીજી ઘર પર હે' માટે અપ્રોચ કરવામાં આવી છે. સાંભળવામાં આવ્યુ છે કે નેહા પેંડસે આ શોમાં સૌમ્યા ટંડનને રિપ્લેસ કરવાની છે. છેલ્લા 5 વર્ષથી સૌમ્યા ટંડન આ શો સાથે જોડાયેલી રહી અને અનિતા ભાભીની ભૂમિકામાં તેમણે જીવ રેડી દીધો. પર્સનલ કારણોસર હાલમાં સૌમ્યા ટંડને આ શોને અલવિદા કહી દીધુ હતુ. સૌમ્યા ટંડનના આ નિર્ણયે મેકર્સની રાતોની ઉંઘ ઉડાડી દીધી હતી પરંતુ હવે લાગે છે કે તેમને તેમની નવી અનિતા ભાભી મળી ગઈ છે.

નેહા તરફથી ઑફરના જવાબની રાહ
'ભાભીજી ઘર પર હે' સાથે જોડાયેલા સૂત્રોએ સ્પૉટબૉયને માહિતી આપી છે કે શોના પ્રોડ્યુસર બેનિફર કોહલી અનિતા ભાભી તરીકે નેહા પેંડસે માટે ઘણા ઉત્સુક છે. તેમના જૂના શોમાં નેહાએ લીડ રોલ અદા કર્યો હતો અને તેને આ રોલ માટે પણ તે જ ગમી રહી છે. હજુ સુધી નેહાએ આ ઑફરનો જવાબ આપ્યો નથી.

પે કટ્સ માટે પરેશાન હતી સૌમ્યા ટંડન
સૌમ્યા ટંડન વિશે એવા સમાચાર આવ્યા હતા કે અંગત કારણોસર તેણે આ શોને છોડ્યો. પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે લૉકડાઉન બાદ થયેલા પે કટ્સ માટે તે ઘણી પરેશાન હતી જેના કારણે તેણે આ શોને જ છોડવાનુ મન બનાવી લીધુ હતુ.

અનિતા ભાભી માટે સામે આવ્યુ હતુ શેફાલી જરીવાલાનુ નામ
સૌમ્યા ટંડનના રિપ્લેસમેન્ટમાં બિગ બૉસ 13 અને કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાનુ પણ નામ સામે આવી ચૂક્યુ છે. જો કે શેફાલી જરીવાલાએ ખુદ જ સ્પષ્ટ ના પાડી દીધી હતી કે તે આ શોને હિસ્સો નહિ બને.
View this post on InstagramWhen you own your breath, Nobody can steal your peace.
A post shared by Nehha Pendse (@nehhapendse) on












Click it and Unblock the Notifications
