નિત્યાનંદ સાથે સયાલી ભગત પણ આવશે બિગ બૉસ 6માં
મુંબઈ, 1 ઑક્ટોબર : કલર્સના વિવાદાસ્પદ શો બિગ બૉસનુ કાઉંટ ડાઉન શરૂ થઈ ગયું છે. શો 7મી ઑક્ટોબરથી દર રોજ રાત્રે નવ વાગ્યે દર્શાવવામાં આવશે. શો શરૂ થતાં પહેલાં શોના હોસ્ટ સલમાન ખાને જણાવ્યુ હતું કે આ વખતે શો પૂર્ણત્વે ફેમિલી શો હશે, પરંતુ જેવા લોકો આ વખતે બિગ બૉસમાં આવી રહ્યાં છે, તેમને જોઈને તો લાગતું નથી કે આ વખતે પણ આશો સાફ-સુથરો રહી શકશે.

ટેલીવિઝન પર ચાલતા સમાચારોને સાચાં ગણીએ તો આ વખતના શોમાં જેટલા લોકોના નામો અત્યાર સુધી સામે આવ્યાં છે, તેઓ તમામ એવા લોકોં છે, જેઓ વિવાદ સાથે સતત સંકળાયેલા રહેતા આવ્યાં છે. આ નામો છે સેક્સ ગુરુ સ્વામી નિત્યાનંદ, ધ ટ્રેન ફિલ્મની સયાલી ભગત, મૅચ ફિક્સિંગના આરોપી નૂપુર મહેતા અને મેલા ફિલ્મના હીરો ફૈજલ ખાન, પૂર્વ ક્રિકેટર નવજ્યોતસિંહ સિદ્ધુ, અભિનેતા જય ભાનુશાળી.
હવે તો તમને પ્રતીતિ થઈ ગઈ હશેકે આ વખતે કેવાં-કેવાં લોકો બિગ બૉસ હાઉસમાં પ્રવેશવાનાં છે. હવે સેક્સ ગુરુ બિગ બૉસ હાઉસમાં લોકો સાથે કયાં પ્રકારની વાતો કરશે એ વાતનો અંદાજો તો તમને આવી જ ગયો હશે. એવામાં સલમાન ખાનના દાવા કે વાયદામાં કેટલો દમ છે, તે પણ આપ સમજી જ શકો છો.
ખેર, બિગ બૉસ 6ના અસલી મહેમાન કોણ-કોણ છે એ વાત તો આવતાં રવિવારે જ ખબર પડશે જ્યારે પ્રતિસ્પર્ધીઓ લોકોની સામે રજૂ થશે.












Click it and Unblock the Notifications
