બિકિની નહિં પહેરી શકે બિકિની ગર્લ સના
મુંબઈ, 9 ઑક્ટોબર : બિગ બૉસ 6ના ખેલાડી અને મૉડેલ સાના ખાનને બિગ બૉસ હાઉસમાં બિકિની પહેરવાની અનુમતિ નથી, જ્યારે સનાને લોકો બિકિની ગર્લ તરીકે જ જાણે છે.

પરંતુ કારણ કે આ વખતે અગાઉથી જ કહેવાઈ ચુક્યું છે કે શો પૂર્ણત્વે ફૅમિલી શો હશે, તેથી સાનાને ઉત્તેજક કપડાં પહેરવાની મંજૂરી નહિં મળે. તેથી સના ખાનને સ્પષ્ટ શબ્દોમાં સમજાવી દેવાયું છે કે તેઓ બિગ બૉસમાં અશ્લીલતા નહિં પિરસે.
આપને જણાવી દઇએ કે તેલુગુ ફિલ્મોના અભિનેત્રી સના ખાને અમૂલ માચો અંડરવિયરની જાહેરાતમાં દેખા દીધી હતી. આ જાહેરાત એટલી બધી અશ્લીલ હતી કે તેની ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. પછી સનાએ ઘણાં બિકિની ફોટોશૂટ કરાવ્યા હતાં અને તેલુગુની ઘણી ફિલ્મોમાં બોલ્ડ કામ પણ તેણે કર્યું છે.
જોઇએ સાનાનું આ સતિ-સાવિત્રી રૂપ કેટલાં દિવસ સુધી બિગ બૉસ હાઉસમાં ચાલશે?












Click it and Unblock the Notifications
