OMG : ગૌતમના જન્મ દિવસે ડાયેંડ્રા એક્સાઇટેડ, ગિફ્ટ કરી ‘બાથરૂમ કિસ’!
મુંબઈ, 28 નવેમ્બર : બિગ બૉસના ઘરમાં જોડીઓ બનવી અને બગડવી તો સામાન્ય બાબત છે, પણ છેલ્લી કેટલીક સીઝનમાં આ જોડીઓએ નિર્લજ્જતાની તમામ હદો ઓળંગી નાંખી છે. તેથી જ બિગ બૉસને ટીકાઓનો ભોગ પણ બનવું પડે છે. બિગ બૉસ 8ની નવી જેલમાં નવા લવ બર્ડ્સ છે ગૌતમ ગુલાટી અને ડાયેંડ્રા.
આગામી એપિસોડના પ્રિવ્યૂમાં દર્શકોને બતાવી દેવામાં આવ્યું છે કે ડાયેંડ્રા ગૌતમ ગુલાટીને ખેંચીને બાથરૂમની તરફ લઈ ગઈ અને દરવાજો બંધ કરી લીધો. હવે સ્પષ્ટ છે કે તેની આગળ દર્શકોને કંઇક જોવા નહીં મળે, પણ હદ તો એ છે કે આ સ્પર્ધકો પોતાની લાઇમલાઇટમાં રાખવા માટે હવે કંઈ પણ કરી રહ્યા છે.
જોકે આવા પેંતરાઓ દર્શકો અગાઉ પણ જોઈ ચુક્યા છે. ગત સીઝનમાં અરમાન કોહલી અને તનીષા મુખર્જી તથા ગૌહર ખાન અને કુશાલ ટંડનની જોડીઓ બની હતી, તો તે અગાઉ અશ્મિત પટેલ તથા વીણા મલિક જેવી હૉટ જોડીઓ પણ બની હતી.
ચાલો આપને તસવીરોમાં બતાવીએ ગૌતમ-ડાયેંડ્રાની હૉટ થતી જતી લવ સ્ટોરી :

ગૌતમ-ડાયેંડ્રા
તાજેતરના પૅચ-અપ બાદ ગૌતમ અને ડાયેંડ્રા એક જ બૅડમાં સાથે સૂતા જોઈ શકાય છે.

ડાયેંડ્રા ગૌતમને કહે છે
જ્યારે ગૌતમના જન્મ દિવસની પૂર્વ રાત્રિએ ગૌતમ અને ડાયેંડ્રા બેડમાં હોય છે, ત્યારે ડાયેંડ્રા તેને કહે છે કે તે ગૌતમને બર્થ ડે ગિફ્ટ આપવા માંગે છે.

બીજા દિવસે
બીજા દિવસે ડાયેંડ્રા બેડરૂમમાં ગૌતમ સાથે દેખાય છે.

ડાયેંડ્રા આતુર
ગૌતમના જન્મ દિવસે ડાયેંડ્રા ખૂબ જ એક્સાઇટેડ છે અને કોઇક ગિફ્ટ આપવા આતુર છે.

ડાયેંડ્રાની ગિફ્ટ
ગત રાત્રિએ જ ગિફ્ટ વિશે જણાવી દેનાર ડાયેંડ્રા ગૌતમને બાથરૂમ તરફ લઈ જાય છે.

બાથરૂમમાં ડાયેંડ્રા-ગૌતમ
ડાયેંડ્રા ગૌતમને બાથરૂમમાં ખેંચી જાય છે કે જ્યાં બંને ગૌતમના બર્થ ડેની ઉજવણી કરે છે.

ઉજવણી
ગૌતમનો જન્મ દિવસ ઉજવતી ડાયેંડ્રા.

બેડરૂમમાં
ગૌતમ-ડાયેંડ્રા બેડરૂમમાં.

પુરબહાર
ગૌતમ-ડાયેંડ્રાનો રોમાંસ પુરબહાર ખીલી ઉઠ્યો છે.












Click it and Unblock the Notifications
