
ઈશાના પતિએ મારી છેડતી કરી : પૂજાનો સનસનાટીભર્યો આરોપ
મુંબઈ, 4 જુલાઈ : બૉલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટા સાથે છેડતીનો કેસ હજી ઉકેલાયો નથી, ત્યાં બૉલીવુડ અને મૉડેલિંગની દુનિયાની વધુ એક કડવી હકીકત સામે આવી છે. હૉટ એન્ડ બોલ્ડ મૉડેલ તથા ટેલીવિઝન રિયલિટી શો બિગ બૉસ 5ના સ્પર્ધક પૂજા મિશ્રાએ અભિનેત્રી ઈશા કોપીકરના પતિ ટિમી નારંગ તેમજ પોતાના બનેવી રાહુલ સામે છેડતીનો ગંભીર આરોપ લગાવ્યો છે. પૂજાએ આ વિસે પુણેના મુંડવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ પૂજા મિશ્રાનો આરોપ છે કે ટિમી નારં તથા જિમી નારંગે ફિલ્મમાં લીડ રોલ આપવાના બહાને તેની સાથે છેડતી કરી અને તેનું શારીરિક શોષણ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો. એફઆઈઆરમાં પૂજાનો આરોપ છે કે બિઝનેસમૅન ટિમી નારંગ તતા જિમી નારંગ 1999થી તેની પાછળ પડ્યા છે. એટલું જ નહીં, બંને ભાઇઓએ અનેક વખત તેની ઉપર હુમલા પણ કર્યાં અને ખૂન કરવાની ધમકી પણ આપી. પૂજાના જણાવ્યા મુજબ નારંગ બ્રધર્સે તેની ઉપર નજર રાખવા માટે તેનો ફોન અને સોશિયલ ઍકાઉંટ પણ હૅક કર્યાં.
ચાલો પૂજા મિશ્રાની તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

પૂજાનો ગંભીર આરોપ
હૉટ એન્ડ બોલ્ડ મૉડેલ તથા રિયલિટી શો બિગ બૉસ 5ના સ્પર્ધક પૂજા મિશ્રાએ અભિનેત્રી ઈશા કોપીકરના પતિ ટિમી નારંગ તેમજ પોતાના બનેવી રાહુલ સામે છેડતીનો ગંભીર આરોપ લગાવ્યો છે.

ફરિયાદ નોંધાવી
પૂજાએ આ વિસે પુણેના મુંડવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

શારીરિક શોષણ કર્યું
પૂજાએ જણાવ્યું કે ટિમી નારંગ અને તેના મિત્રોએ તેને હિપ્નોટાઇઝ્ડ કરી અને મુંબઈ ખાતેના તેના ઘરમાં તેનું શારીરિક શોષણ કર્યું કે જ્યાં તે પોતાની બહેન સાથે રહે છે.

હોટેલમાં પણ છેડતી
પૂજાનો આરોપ છે કે જ્યારે તે પુણેની હોટેલમાં ગઈ, ત્યારે પણ તેને આવા જ વ્યવહારનો સામનો કરવો પડ્યો.

કાર રોકી છેડતી
પૂજાએ કહ્યું કે આરોપીઓ તેમને કાર દ્વારા પુણે લઈ ગયાં. સુમસામ જગ્યાએ કાર રોકી અને તેમની સાથે છેડતી કરવા લાગ્યાં.

ખૂનની ધમકી
પૂજાએ જ્યારે વિરોધ કર્યો, તો બંને ભાઇઓએ તેને ગંભીર પરિણામો ભોગવાની ધમકી આપી.

ટિમી-જિમી નારંગ
પૂજા મિશ્રાનો આરોપ છે કે ટિમી નારંગ તથા જિમી નારંગે ફિલ્મમાં લીડ રોલ આપવાના બહાને તેની સાથે છેડતી કરી અને તેનું શારીરિક શોષણ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

પંદર વર્ષથી પરેશાન પૂજા
એફઆઈઆરમાં પૂજાનો આરોપ છે કે બિઝનેસમૅન ટિમી નારંગ તતા જિમી નારંગ 1999થી તેની પાછળ પડ્યા છે.

હુમલા પણ કર્યા
બંને ભાઇઓએ અનેક વખત તેની ઉપર હુમલા પણ કર્યાં અને ખૂન કરવાની ધમકી પણ આપી.

સોશિયલ ઍકાઉંટ્સ હૅક કર્યા
પૂજાના જણાવ્યા મુજબ નારંગ બ્રધર્સે તેની ઉપર નજર રાખવા માટે તેનો ફોન અને સોશિયલ ઍકાઉંટ પણ હૅક કર્યાં.