ખુલાસો: પ્રત્યૂષા બેનર્જીને દેહવેપાર માટે રાહુલે કરી હતી મજબૂર?

Posted By:
Subscribe to Oneindia News

પ્રત્યૂષા બેનર્જી આત્મહત્યાના કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. પ્રત્યૂષાના અને રાહુલ રાજ વચ્ચે થયેલા ફોન કોલમાં થયેલી વાતચીતમાં તેવું બહાર આવ્યું છે કે રાહુલ પ્રત્યૂષાને વેશ્યાવૃત્તિ કરાવવા માટે મજબૂર કરી રહ્યો હતો. પ્રત્યૂષાના માતા પિતાના વકીલ નીરજ ગુપ્તાએ પણ આ વાતની પૃષ્ઠી કરી છે કે પ્રત્યૂષાના ફોન કોલમાં આવી વાતો બહાર આવી છે.

pratyusha


હું અહીં પોતાની જાતને વેચવા નથી આવ!

મુંબઇ મિરરના હાથે લાગેલી ટેલિફોન કોલ ટ્રાંસક્રિપ્ટની કોપી મુજબ પ્રત્યૂષા અને રાહુલ વચ્ચે જે છેલ્લી વાતચીત થઇ હતીય તેમાં ત્રણ મિનિટની વાતમાં પ્રત્યૂષાએ કહ્યું હતું કે તેની સાથે જબરદસ્તી થઇ છે. અને તે ખૂબ જ દર્દમાં છે. વધુમાં તેણે કહ્યું હતું કે હું અહીં પોતાને વેચવા નથી આવી. હું અહી ખાલી એક્ટિંગ અને કામ કરવા માટે આવી હતી. તે મને કહ્યાં ધકેલી રહ્યો છે? રાહુલ તને ખબર નથી મને કેટલું ખરાબ લાગી રહ્યું છે.

pratusha

વેશ્યાવૃત્તિ માટે કરી હતી મજબૂર

નીરજ ગુપ્તાએ કહ્યું બન્ને આ વાતચીત પ્રત્યૂષાની મોતની થોડી વાર પહેલા થઇ હતી. નીરજે કહ્યું કે વાતચીતમાં તે સ્પષ્ટ પણે જણાઇ રહ્યું હતું કે રાહુલ પ્રત્યૂષાને વેશ્યાવૃત્તિ કરવા માટે મજબૂર કરી રહ્યો હતો. કારણ કે પાછળથી તે જ ફોન કોલમાં વેશ્યાવૃત્તિ શબ્દ પણ ઉપયોગમાં લેવામાં આવ્યો હતો.

pratusha


શું છે મામલો?

નોંધનીય છે કે 24 વર્ષીય પ્રત્યૂષાએ 1 એપ્રિલના રોજ ગોરેગાંવ સ્થિત પોતાના એપોર્ટમેન્ટમાં આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ તેના બોયફ્રેન્ડ રાહુલ પર પ્રત્યૂષાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો કેસ ચાલી રહ્યો છે. જેમાં તે હાલ જામીન પર છૂટેલો છે.

pratusha


મારું નામ ખરાબ કરી રહ્યા છે: રાહુલ

વકીલે જણાવ્યું કે વાતચીત દરમિયાન પ્રત્યૂષાએ રાહુલને કહ્યું પણ હતું કે તું સ્વાર્થી છે. તું મારું નામ ખરાબ કરી રહ્યો છે. લોકો મારા વિષે અલગ અલગ વાતો કરી રહ્યા છે. લોકો મારા માતા પિતા વિષે અયોગ્ય બોલી રહ્યા છે. રાહુલ હવે બધુ જ ખતમ થઇ ગયું છે. હું મરી જઇશ! જો કે આ બાદ રાહુલે તેને કંઇક પણ અયોગ્ય ન કરવાનું કહ્યું હતું પણ તેના અડધો કલાકમાં જ પ્રત્યૂષાએ મોતની ચાદર ઓઢી લીધી હતી.

rahul

રાહુલ: મને ફસાવવામાં આવ્યો છે

આ મામલે રાહુલ રાજે કહ્યું કે તેને અકારણ ફસાવવામાં આવી રહ્યો છે. પ્રત્યૂષા પાસે કોઇ કામ નહતું અને તે તેની મદદ કરી રહ્યો હતો. તેનું કહેવું છે કે તેણે પોતાની તરફથી પ્રત્યૂષાને બચાવવાની પૂરી તૈયારી કરી હતી.

English summary
Pratyusha Banerjees boyfriend Rahul Raj forced her into prostitution discloses phone call.
Please Wait while comments are loading...