જાણો બિગ બોસ 9માં આજે કોની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થવાની છે!

બિગ બોસ 9માં આજે થશે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી. ત્યારે આ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીમાં કયો નવો પ્રતિસ્પર્ધી બિગ બોસના ઘરમાં એન્ટર થવાનો છે તે વિષે ચર્ચાઓનું બજાર ગરમ છે. ખબરો તો ત્યાં સુધી આવી હતી કે બોલીવૂડ એક્ટર સોહેલ ખાન બિગ બોસમાં એન્ટર થવાનો છે. તો વળી કિથ સીકાયરની એક્સ વાઇફ સંયુક્તા સિંહ અને રિતિક રોશનની બહેન સુનૈના રોશનની પણ બિગ બોસમાં એન્ટ્રીની વાતો ચર્ચાતી હતી.

નોંધનીય છે કે આ શનિવારે સલમાન ખાને ડબલ એનિમેશન દ્વારા ગુજ્જુ ભાઇ અરવિંદ વેગડા અને વિકાસ ચૌધરીને બિગ બોસના ઘરની બહાર નીકાળ્યા છે. અને તે વખતે ખુદ સલમાન ખાને કહ્યું હતું કે આ પછી ઘરની શાંતિ જરૂરથી ડામાડોળ થશે. અને તે બાદ કોઇ પણ ઘરમાં શાંતિથી તો નહીં જ રહી શકે.

તો કોણ આવી રહ્યું છે બિગ બોસ 9ના ઘરમાં. બિગ બોસના ઘરમાં તહેલકો મચાવા માટે ઝીની જાણીતી સિરીયલ કબૂલ હૈના એક્સ એક્ટર રિષભ સિંહા વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લેવાનો છે. એટલું જ નહીં આ એક્ટરે તો તેની એન્ટ્રી પહેલા જ ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું છે કે તેની તો આ ઘરમાં એક જ પોલિસી રહેવાની છે કે તમામનો ખાતમો કરવો. તો કોણ છે આ રિષભ અને કેવા કેવા વિવાદો તેની સાથે બિગ બોસ 9ના ઘરમાં ધૂસવાના પહેલા જ થઇ ચૂક્યા છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

રિષભ સિંહા

રિષભ સિંહા

રિષભ છે ઝીની જાણીતી સિરીયલ કબૂલ હૈનો એક્સ એક્ટર. અને આ સાથે જ તમને તે વાત પણ યાદ આવી ગઇ હશે કે દિગંગના સૂર્યવંશી અને રિષભ કબૂલ હૈમાં સાથે કામ કર્યું હતું.

દિગંગનાને છે ડર

દિગંગનાને છે ડર

કબૂલ હૈમાં દિગંગનાએ નજ્જહત એહમદ ખાનનો રોલ ભજવ્યો હતો. સુત્રોનું માનીએ તો દિગંગના અને રિષભ વચ્ચે સેટ પર મોટો ઝગડો થયો હતો.

રિષભ

રિષભ

રિષભ તે સમયે દિગંગનાને પાછળ હટી જવા કહ્યું હતી. તેનું કહેવું હતું કે દિગંગના તેના વર્તનથી તેની ત્રાસ આપી રહી છે. અને આ જ કારણે જ્યારે દિગંગનાના માતા-પિતાએ પોલિસને ફોન કર્યો તો પ્રોડ્યૂસરે દિગંગનાને આ શોથી બહાર નીકાળી દીધી.

કિશ્વર-દિગંગના

કિશ્વર-દિગંગના

રિષભની એન્ટ્રીથી દિગંગનાના વર્તનમાં ચેન્ઝ આવ્યો છે. એટલું જ નહીં કિશ્વરને પણ ખબર છે કે દિગંગના3 અને રિષભની વચ્ચે 36નો આંકડો છે.

રિષભને બલાવો છે બધાનો ખાતમો

રિષભને બલાવો છે બધાનો ખાતમો

IANSને આપેલા ઇન્ટરવ્યૂ મુજબ વાઇલ્ડ કાર્ડ સાથે એન્ટર થતા રિષભની તો એક જ સ્ટેટર્ઝી છે કે તે તમામ પ્રતિસ્પર્ધીઓનો ખાતમો બાલવા માંગે છે. ત્યારે હવે આ એક્ટર બિગ બોસ 9 માં કેવો તહેલકો મચાવશે તો તો હવે જોવું જ રહ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X