શ્વેતા તિવારી અને અભિનવના સંબંધ વિશે હવે પહેલા પતિ રાજા ચૌધરીએ કર્યો મોટો ખુલાસો

શ્વેતા તિવારીના પૂર્વ પતિ રાજા ચૌધરીએ આ સમગ્ર પ્રકરણ પર એક ઈન્ટરવ્યુમાં બીજી ઘણી મોટી વાતોના ખુલાસા કર્યા છે.

'કસૌટી જિંદગી કી' ફેમ અભિનેત્રી શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીએ ઘરેલુ હિંસા કેસમાં જામીન મળ્યા બાદ કહ્યુ છે કે તે બધુ નોર્મલ કરવાની કોશિશમાં લાગેલા છે. અભિનવ કોહલી સામે શ્વેતા તિવારીએ ઘરેલુ હિંસાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. વળી, આ કેસમાં અભિનવ કોહલીની સાવકી પુત્રી પલક તિવારીએ પણ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ લખીને તેમના પર ગંભીર આરોપ લગાવ્યા હતા. હવે શ્વેતા તિવારીના પૂર્વ પતિ રાજા ચૌધરીએ આ સમગ્ર પ્રકરણ પર એક ઈન્ટરવ્યુમાં બીજી ઘણી મોટી વાતોના ખુલાસા કર્યા છે.

‘અભિનવ મારી દીકરી પર બૉસની જેમ હુકમ ચલાવી રહ્યો હતો'

‘અભિનવ મારી દીકરી પર બૉસની જેમ હુકમ ચલાવી રહ્યો હતો'

spotboyeને આપેલા ઈન્ટરવ્યુમાં શ્વેતા તિવારીના પૂર્વ પતિ રાજા ચૌધરીએ જણાવ્યુ કે, ‘2010માં શ્વેતા તિવારી બિગ બૉસના ઘરમાં હતી અને અભિનવ કોહલી મારી દીકરી અને તેની નાની સાથે તેમના ઘરમાં રહેતો હતો. એક વાર જ્યારે હું મારી દીકરને મળવા ગયો તો મે જોયુ કે અભિનવનો વ્યવહાર તેના પ્રત્યે ખૂબ જ ખરાબ હતો. અભિનવ એક બૉસની જેમ મારી દીકરી પર હુકમ ચલાવી રહ્યો હતો, જેમ કે - અંદર જા, અહીં ના બેસ. તેની વાત કરવાની આ રીત જોઈને મારુ લોહી ઉકળી ગયુ. હું તેના પર આમ કરવા માટે ગુસ્સો થયો અને મામલો પોલિસ સ્ટેશન સુધી પહોંચી ગયો. મે એને પોલિસ સ્ટેશનની બહાર પણ થપ્પડ મારી. મે પોલિસને એ પણ જણાવ્યુ કે તે મારી દીકરી સાથે દુર્વ્યવહાર કરી રહ્યો હતો પરંતુ જ્યારે શ્વેતા બિગ બૉસના ઘરમાંથી બહાર આવી તો તેણે બધુ અલગ રીતે લીધુ અને મારામાં જ ખોટ કાઢવાની શરૂ કરી દીધી કે તેની ગેરહાજરીમાં હું તેના ઘરે ગયો અને તેના પ્રેમી સાથે મારપીટ કરી.'

‘એણે મને મેસેજ કર્યો, પપ્પા ચિંતા ના કરો, હું ઠીક છુ'

‘એણે મને મેસેજ કર્યો, પપ્પા ચિંતા ના કરો, હું ઠીક છુ'

એ પૂછવા પર કે શું એ પ્રકરણ બાદ પલકે પોતાના પ્રત્યે ઘરેલુ હિંસા વિશે તેમનો ક્યારેય સંપર્ક કર્યો તો રાજા ચૌધરીએ જણાવ્યુ, ‘ના, ક્યારેય નહિ, ઉલ્ટાનું મને જ્યારે આ વિશે જાણવા મળ્યુ અને મે તેનો સંપર્ક કર્યો તો તેણે મને બસ મેસેજમાં જવાબ આપ્યો કે પપ્પા ચિંતા ના કરો, હું ઠીક છુ. હું શ્વેતાથી અલગ થયા બાદ પણ સતત મારી દીકરીના સંપર્કમાં રહુ છુ અને દર વખતે જ્યારે પણ હું અને શ્વેતા વાત કરતા હતા તો હું બસ એ જ પૂછતો હતો કે મારી દીકરી કેવી છે? તેનો અભ્યાસ કેવો ચાલે છે? મને મારી દીકરી પર ગર્વ છે. તે એક બહાદૂર છોકરી છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ વાતને દુનિયા સામે રાખવા માટે બહુ સાહસની જરૂર હોય છે. રહું તેના માટે હંમેશા તૈયાર ઉભો છુ. તેને જ્યારે પણ મારી જરૂર હોય, એ બસ એક ફોન કરે અને મને કહે કે પપ્પા મને તમારી જરૂર છે, હું એ જ સમયે એની સાથે ઉભેલો જોવા મળીશ.'

‘અભિનવે હદ પાર કરી હશે, એટલા માટે શ્વેતાએ આવુ કર્યુ'

‘અભિનવે હદ પાર કરી હશે, એટલા માટે શ્વેતાએ આવુ કર્યુ'

રાજા ચૌધરીને જ્યારે પૂછવામાં આવ્યુ કે અભિનવના પરિવારને એવુ લાગે છે કે જે રીતે શ્વેતાએ તમારા ઉપર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો, બરાબર એ જ રીતે અભિનવ ઉપર પણ લગાવ્યો છે તો તેમણે જવાબ આપ્યો કે, ‘હું તેનાથી બિલકુલ સંમત નથી. મારો કેસ આખો અલગ હતો કારણકે હું મારા પરિવાર માટે લડી રહ્યો હતો અને તેને પાછી મેળવવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ મારી બધી કોશિશો નિષ્ફળ થઈ કારણકે અમારા બંને વચ્ચે અભિનવે મતભેદ પેદા કરી દીધા હતા. એણે જે મારી સાથે કર્યુ એનુ જ તેને ફળ મળી રહ્યુ છે કારણકે એવુ તો નથી કે શ્વેતાને આ બધુ કરવાનો શોખ છે. મને લાગે છે કે જો તે પોલિસ પાસે ગઈ છે તો જરૂર અભિનવે પોતાની હદો પાર કરી દીધી હશે, જેના કારણે શ્વેતાએ આટલુ મોટુ પગલુ લીધુ.'

‘મારા દીકરા અભિનવે પલકનું ધ્યાન રાખ્યુ'

‘મારા દીકરા અભિનવે પલકનું ધ્યાન રાખ્યુ'

તમને જણાવી દઈએ કે આ સમગ્ર મામલે અભિનવની મા પૂનમ કોહલીએ પોતાના દીકરાનો બચાવ કરતા કહ્યુ હતુ, ‘અભિનવ અને શ્વતા વચ્ચે છેલ્લા બે વર્ષથી બધુ બરાબર નહોતુ ચાલી રહ્યુ. જો કે મારો દીકરો સતત બધુ ઠીક કરવામાં લાગેલો હતો. તે શ્વેતા સાથે રહેવા ઈચ્છતો હતો કારણકે તેનો દીકરો રેયાંશ પણ હજુ બહુ નાનો છે અને તેનુ સપનુ છે કે તે પોતાના બંને બાળકો સાથે એક છત નીચે જ રહે. જો કે એ બંને વચ્ચે સતત વિવાદ ચાલુ હતા. અભિનવ ત્યારથી પલકનું ધ્યાન રાખતો હતો જ્યારે તે એક બાળકી હતી અને રાજા ચૌધરી એને છોડીને જતો રહ્યો હતો. અહીં સુધી કે જ્યારે શ્વેતા બિગ બૉસના ઘરમાં હતી તે વખતે પણ અભિનવે જ પલકનું ધ્યાન રાખ્યુ હતુ.'

‘એ લોકો સરળતાથી બધુ ભૂલી ગયા'

‘એ લોકો સરળતાથી બધુ ભૂલી ગયા'

અભિનવની માએ આગળ જણાવ્યુ, ‘પલકના શાળામાં એડમિશનથી લઈ, શાળામાં પેરેન્ટ્સ મીટિંગથી લઈ અને શાળા માટે તૈયાર કરવાથી લઈ અભિનવે બધુ કર્યુ. એ લોકો સરળતાથી બધુ ભૂલી ગયા અને આ રીતે ખોટા અને ગંદા આરોપ માત્ર એટલા માટે લગાવી રહ્યા છે કારણકે તે મારા દીકરાથી છૂટકારો મેળવવા ઈચ્છે છે. એ મારા દીકરાને છૂટાછેડા આપવા ઈચ્છે છે. હું આ વિશે વધુ વાત કરવા નથી ઈચ્છતી. અમે ઈચ્છીએ છીએ કે મારા દીકરા અને શ્વેતા તિવારી વચ્ચે બધુ ઠીક થઈ જાય. અમે આ બધુ પોતાના બાળક રેયાંશ માટે કરવા ઈચ્છીએ છીએ કારણકે તે બહુ નાનો છે અને હું નથી ઈચ્છતી કે આ બધાની અસર તેના દિલ-દિમાગ પર પડે. અભિનવ પોતાના બાળકો માટે બધુ કરી રહ્યો છે. સત્ય એક દિવસ સામે આવશે કે મારા દીકરા અભિનવે પોતાના બંને બાળકો માટે કેટલુ બલિદાન આપ્યુ છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X