રાજીવ એક સેકંડ માટે પણ બર્દાશ્ત નથી : ડેલનાઝ

મુંબઈ, 11 જાન્યુઆરી : બિગ બૉસ સીઝન 6ની જીતના પ્રબળ દાવેદાર ડેલનાઝ ઈરાની અચાનક શોમાંથી બહાર થઈ જતાં લોકો સ્તબ્ધ છે, પરંતુ ડેલનાઝે જણાવ્યું કે તેમણે 93 દિવસો જે ઘરમાં પસાર કર્યાં, તે સાચે જ યાદગાર ક્ષણો છે, પરંતુ આ 93 દિવસો તેમના માટે કોઈક પહાડથી ઓછા નહોતાં, કારણ કે આ 93 દિવસોમાં તેમણે એવી વ્યક્તિને હર ક્ષણે સહન કરી કે જે તેમના જીવનનું ભૂતકાળ બની ચુકી છે.

Delnaaz Irani

ડેલનાઝ ઈરાનીએ જણાવ્યું કે બિગ બૉસમાં રાજીવ પૉલને બર્દાશ્ત કરવું મારા માટે ખૂબ મુશ્કેલ અને પીડા ભરેલુ હતું કે જે મેં ખૂબ ગંભીરતા સાથે સહન કર્યું છે. તેના માટે હું પોતાને અને ઉપરવાળાનો આભાર માનુ છું કે જેમના કારણે હું આટલું બધું સહન કરી શકી.

નોંધનીય છે કે રાજીવ અને ડેલનાઝ બંનેએ પ્રેમલગ્ન કર્યા હતાં. 14 વર્ષ સુધી આ સંબંધ નિભાવ્યા બાદ બંનેએ છુટાછેડા લઈ લીધાં. તે બંનેને પણ ખબર નહોતી કે તેઓ એક સાથે બિગ બૉસમાં આવી રહ્યાં છે. જોકે છુટા પડેલ દમ્પતિતને જોઈ દર્શકોને ખૂબ મજા આવી.

ડેલનાઝે જણાવ્યું કે મને પણ આ શો દરમિયાન એવુ લાગ્યું કે રાજીવ ફરીથી મારી સાથે લાઇફ શરૂ કરવા માંગે છે, પરંતુ હું હવે રાજીવને પોતાના જીવનમાં એક સેકંડ માટે પણ સહન નહીં કર શકતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X