રામાયણની 'સીતા'એ શેર કરી હનીમૂનની તસવીર, જાણો ક્યારે અને ક્યાં મળી હતી Real રામને

રામાયણની 'સીતા'એ શેર કરી હનીમૂનની તસવીર, જાણો ક્યારે અને ક્યાં મળી હતી Real રામને

નવી દિલ્હીઃ કોરોના સંકટના કારણે દેશમાં લૉકડાઉન છે ત્યારે આ દરમિયાન જનતાની માંગને આધિન રહી દૂરદર્શન પર રામાનંદ સાગરની રામાયણને ફરીથી પ્રસારિત કરવામાં આવી, જેના કારણે તેમા રહેલા રામ, લક્ષ્મણ, સીતા અને રાવણના કેરેક્ટર નિભાવનાર કલાકાર ફરી એકવાર પોપ્યુલર થઈ ગયા છે આ કારણ જ છે કે રામાયણના કલાકારો હાલ સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે, જેમાંતી સીતા એટલે કે દીપિકા ચિખલિયાનું નામ પ્રમુખતાથી લેવામાં આવે છે, તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલાક દિવસો પહેલા પોતાના લગ્નની તસવીર શેર કરી હતી જેમાં તેમણે પૂછ્યું હતું કે શું તમે જાણવા માંગો છો કે મારા લાઈફના રિયલ રામને ક્યારે અને ક્યાં મળી હતી.

એડ શૂટ દરમિયાન દીપિકા- હેમંતની મુલાકાત

એડ શૂટ દરમિયાન દીપિકા- હેમંતની મુલાકાત

તો હવે દીપિકાએ ખુદ આ રાજ પરથી પડદો ઉઠાવી દીધો છે, દીપિકાએ સોશિયલ મીડિયા પર થ્રો બેક તસવીરો અપલોડ કરી છે અને લખ્યું છે કે હું તમને જણાવવા માંગતી હતી કે હું મારા રિયલ લાઈફ રામને કેવી રીતે મળી, મારા પતિનો પરિવાર 1961થી પારંપરિક ભારતીય કોસ્મેટિક્સ બનાવવા અને વેચવાનું કામ કરે છે, જેનું નામ શ્રૃંગાર છે, મેં બૉલીવુડમાં 'સુન મેરી લૈલા' નામની ફિલ્મથી ડગલું ભર્યું હતું, આ ફિલ્મના શૂટ દરમિયાન મારી પહેલી મુલાકાત મારા પતિ હેમંત ટોપીવાલ સાથે થઈ હતી, કેમ કે ફિલ્મમાં તેમની કંપનીની જ એડ હતી, જો કે આ એક ફોર્મલ મુલાકાત હતી પરંતુ કદાચ અમે બંનેએ મનમાં જ એકબીજાને પસંદ કરી લીધા હતા.

દીપિકાએ શેર કરી હનીમૂનની તસવીર

જે બાદ કેટલાક વર્ષ વીતી ગયા, પછી હેમંતે એક દિવસ મને મારા ઘર પાસે આવેલ પાર્લરમાં જોઈ, જે બાદ તેમણે અમારી કમન ફ્રેન્ડનો સંપર્ક કર્ય અને પછી અમે મળ્યા અને 2-3 કલાક સાથે વિતાવ્યા બાદ એકબીજાના હમસફર બનવાન ફેસલો કર્યો અને ઘરવાળાઓને પોતાની પસંદ જણાવી દીધી અને પછી મારા જન્મદિવસ એટલે કે 29 એપ્રિલના રોજ ઘરવાળાઓએ અમારી સગાઈ નક્કી કરી દીધી અને વર્ષ 1991માં અમારા લગ્ન થઈ ગયા, લગ્ન બાદ હનીમૂન પર અમે સ્વિત્ઝરલેન્ડ ગયા હતા કેમ કે હેમંતે મને પૂછ્યું હતું કે તું હનીમૂન પર ક્યા જવા માંગે છે, તો મેં તેમને કહ્યું હતું કે સપનોં કી નગરી સ્વિત્ઝરલેન્ડ, લગ્ન બાદ અમે પહેલાં દિલ્હી ગયાં, ત્યાં એક દિવસ રોકાયા કેમ કે મારે સંસદ સત્ર અટેન્ડ કરવાનું હતું અને તે બાદ અમે સ્વિત્ઝરલેન્ડ પહોંચ્યા, જ્યાં અમોએ બહુ સારો સમય વિતાવ્યો, દીપિકાએ સ્વિત્ઝરલેન્ડની એક તસવીર પણ શેર કરી છે.

દીપિકાને બે દીકરી પણ છે

ઉલ્લેખનીય છે કે દીપિકા ચિલખિયાના હેમંત ટોપીવાલા સાથે લગ્ન થયાં અને તેમની બે દીકરી પણ છે. એક દીકરીનું નામ નિધી અને બીજીનું નામ જૂહી છે, હેમંત ટપીવાલાની એક કોસ્મેટિક કંપની છે, દીપિકા પતાના પતિની કંપનીની રિસર્ચ એન્ડ માર્કેટિંગ ટીમની હેડ છે.

જલદી જ બાયોપિકમાં જોવા મળશે

જલદી જ બાયોપિકમાં જોવા મળશે

જણાવી દઈએ કે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી લોકોના દિલોમાં જગ્યા બનાવનાર દીપિકા ચિખલિયા બહુ જલદી જ એક બાયોપિકમાં જોવા મળશે, જેનું નામ સરોજની છે. દીપિકા સ્વતંત્રતા સેનાની સરોજિની નાયડૂનો રોલ નિભાતી જોવા મળશે, તેમણે હાલમાં જ આ બાયોપિકનો ફર્સ્ટ લુક શેર કર્યો હતો, ફિલ્મ સરોજનીના ડાયરેક્ટર ધીરજ મિશ્રા છે, આ ફિલ્મને આકાશ નાયક અને ધીરજ મિશ્રા નિર્દેશિત કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X