કૉફી વિદ કરણ બાદ હવે માણો ‘રવિ કિશન કી ચાય’
મુંબઈ, 25 જૂન : ભોજપુરી સ્ટાર રવિ કિશને જણાવ્યું છે કે તેઓ પોતાનો એક રિયલિટી શો શરૂ કરવાનું આયોજન કરી રહ્યાં છે. તેમણે પોતાના આ શોને એક વિચિત્ર નામ રવિ કિશન કી ચાય આપ્યું છે.

રવિ કિશને એક ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું - હું એક મોટો રિયલિટી શો લઈને આવી રહ્યો છે. આ શો ડાન્સ તથા અન્ય વસ્તુઓ સાથે સંબંધિત હશે. રવિ કિશન કી ચાય કૉફી વિદ કરણ જેવો જ શો હશે. જોકે રવિએ જણાવ્યું છે કે હજી શો માટે વાતચીત ચાલી રહી છે અને હજી સુધી કંઈ નક્કી થયું નથી.
તેમણે જણાવ્યું - રવિ કિશન કી ચાય નામના આ શો અંગે વાતચીત ચાલી રહી છે. તેથી જોઇએ કે આ કયો આકાર ધારણ કરે છે. રિયલિટી કાર્યક્રમો તથા મારું અદ્ભુત સંયોજન છે. હું આ રિયલિટી શો સાથે પોતાની જાતને જોડી શકુ છું.
અગાઉ રવિ કિશન બાથરૂમ સિંગર, એક સે બઢ કર એક-જલવે સિતારોં કે તથા રાજ પિછલે જનમ કા જેવા શો હોસ્ટ કરી ચુક્યાં છે અને આગળ પણ તેઓ ટેલીવિઝન રિયલિટી કાર્યક્રમો રજૂ કરવાનો સિલસિલો જાળવી રાખશે.












Click it and Unblock the Notifications
