ગમે એટલું રડે યુવરાજની ભાભી, આખરે લગ્નની અસલિયત આવી સામે

Posted By:
Subscribe to Oneindia News

બિગબોસ 10 પોતાના ટ્રેક પર આવી ચૂક્યું છે. એટલે કે હંમેશાની જેમ પુરી રીતે કોન્ટોવર્સિયલ છે. જ્યારથી આ શૉ ચાલુ થયો છે ત્યારથી આકાંશા શર્મા પોતાના લગ્નને લઈને ચર્ચામાં રહી છે. આકાંશા શર્મા ક્રિકેટર યુવરાજ સિંહના ભાઈ જોરાવર સિંહની પત્ની રહી ચુકી છે. પરંતુ તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી ના શક્યા.

akansha sharma

આકાંશા શર્મા સાથે જોડાયેલી કોઈને કોઈ ખબર સામે આવી રહી છે અને અત્યારે પણ એવું જ થઇ રહ્યું છે. આ વખતે ખુલાસો થયો છે કે આખરે કેમ તેમના લગ્ન લાંબા સમય સુધી ના ટકી શક્યા. એક ફેમસ વેબસાઈટએ તેનો ખુલાસો કર્યો છે.

akansha sharma

આકાંશા શર્માને ડ્રગની લત
લગ્નના એક મહિના પછી જોરાવર અને આકાંશા ગુરગાંવમાં શિફ્ટ થઇ ગયા. જેના પછી આકાંશા તેના જુના મિત્રો સાથે રોજ મળવા લાગી. આકાંશાની લેટ નાઈટ પાર્ટીથી પરિવાર પરેશાન હતો.

akansha sharma

જોરાવરના જણાવ્યા મુજબ આકાંશાના મિત્રોને દારૂ અને સિગરેટની લત હતી. જેમાંથી કેટલાક લોકો તો ડ્રગનું સેવન પણ કરતા હતા. દેખા દેખીમાં આકાંશાએ પણ ડ્રગ લેવાનું ચાલુ કરી દીધું.

akansha sharma

જોરાવરના જણાવ્યા મુજબ તેના માટે એક ભયાનક અનુભવ હતો. જયારે આકાંશા રોજ રાત્રે મોડે સુધી પાર્ટી કરતી તો બંને વચ્ચે લડાઈ થઇ જતી હતી. ગુસ્સામાં આકાંશા નખરા બતાવતી અને ફેમેલી મેમ્બર્સ સાથે ગાળા ગાળી પણ કરતી.

akansha sharma

જોરાવારે તલાકના પેપર બનાવ્યા છે અને તેમાં લખ્યું છે કે આકાંશા તેના પર દારૂ અને સિગરેટ પીવા માટે દબાણ કરતી હતી. પહેલા તો તેમના રૂમમાંથી દારૂ અને સિગરેટની ગંધ આવતી હતી. ત્યારપછી આ ગંધ આખા ઘરમાં ફેલાઈ ગયી.

akansha sharma

આગળના આરોપમાં જણાવવામાં આવ્યું છે કે આકાંશા તેમને બ્લેકમેલ કરતી હતી. શબનમ સાથે ગેરવર્તણૂક કરવી, ગાળો આપવી અને જાતે આત્મહત્યાની વાત કરી જોરાવરના પરિવાર પર આરોપ લગાવવાની ધમકી આપવી.

akansha sharma

પેપર્સમાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે આકાંશા પોતાની ડીમાંડને પુરી કરવા માટે જોરાવર અને શબનમ પાસે વધારે પૈસાની માંગ કરતી હતી.

akansha sharma
akansha sharma
English summary
Reason of Akansha Singh failed marriage with yuvraj singh brother.
Please Wait while comments are loading...