બાળકોએ ન જોવા જોઇએ રિયલિટી શો : બિગ બૉસ સલમાન
મુંબઈ, 17 સપ્ટેમ્બર : સલમાન ખાને થોડાક દિવસ અગાઉ જણાવ્યુ હતું કે તેમના માતા પણ બિગ બૉસ જુએ છે અને તે વખતે તેમાં કંઇક ખોટું બતાવાય, તો તેમને બહુ ગુસ્સો આવે છે. આ તો હતી તેમના માતાની વાત. હવે સલમાનનું કહેવું છે કે બાળકોએ બિગ બૉસ ન જોવો જોઇએ. તેમાં સ્પર્ધકો સતત એક-બીજા સાથે ઝગડો કરતાં હોય છે અને બાળકો પર તેની ખરાબ અસર પડે છે. એટલું જ નહીં, સલમાન તો અહીં સુધી કહે છે કે બાળકોએ કોઈ પણ રિયલિટી શો જોવો જ ન જોઇએ.

સલમાને એક ઇંટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે બિગ બૉસમાં અગાઉ કંઈ પણ ખોટું થતા તેમને ફરક નહોતો પડતો, પણ હવે તેમને અહેસાસ થાય છે કે એક હોસ્ટ તરીકે તેમની ઘણી જવાબદારી છે. તેથી જ સલમાને નક્કી કરી નાંખ્યું કે શોમાં તેઓ કંઈ પણ ખોટું નહીં થવા દે. જો કંઇક ખોટું થશે, તો તેમની પણ જવાબદારી બનશે. સલમાન ખાન કહે છે કે જ્યારે તેમના માતા આ શો જોતા હોય, ત્યારે તેઓ કઈ રીતે શોમાં કંઇક ખોટું થવા દે.
નોંધનીય છે કે બિગ બૉસ 5માં ઘણું બધું એવું થયુ હતું કે જેથી તેનું ટાઇમિંગ રાત્રે 9ની જગ્યાએ 10.30 કરી દેવામાં આવ્યુ હતું. તેથી જ ગત સીઝન દરમિયાન પણ ટીમે સતત પ્રયત્ન કર્યા હતાં કે શો પારિવારિક શો બની રહે. હવે બિગ બૉસ 7 શરૂ થઈ ગયો છે અને સલમાન ખાને વાયદો કર્યો છે કે તેઓ આ શોને વલ્ગર નહીં થવા દે અને તેથી ટાઇમ બદલવાની નોબત નહીં આવે.












Click it and Unblock the Notifications
