સલમાન ખાન ફેન્સ માટે સારા સમાચાર

Posted By:
Subscribe to Oneindia News

વર્ષ 2018 ના બે મહિના પસાર થઇ ચુક્યા છે. ટીવી ફેન્સ માટે આ વર્ષ ખુબ જ સ્પેશ્યલ છે. તેનું સૌથી ખાસ કારણ છે કે સલમાન ખાન આ વર્ષે એક નહીં પરંતુ ચાર ચાર બોલકબસ્ટર માટે તૈયારી કરી રહ્યા છે.

salman khan

સલમાન ખાન ગામા પહેલવાન, બિગબોસ અને મુંબઈ પોલીસ પર આધારિત એક શૉ સાથે દસ કા દમ સાથે કમબેક કરી રહ્યા છે. આ શૉનો પહેલો પ્રોમો હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં ગેમ ડીટેલ વિશે કોઈ પણ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

હજુ સુધી સલમાન ખાનના શૉ દસ કા દમ ની તારીખ પણ નક્કી કરવામાં આવી નથી. પરંતુ મોટાભાગે લોકો અંદાઝો લગાવી રહ્યા છે કે જૂન મહિનામાં તેને લાવી શકાય છે. પરંતુ હાલમાં મળતી માહિતી અનુસાર મેં મહિનામાં જ શૉ ચાલુ થઇ શકે છે. સલમાન ખાન રેસ 3 ફિલ્મનું શૂટિંગ પૂરું કરી દસ કા દમ શૂટિંગ શરૂ કરી દેશે.

આ વખતે ખેલ દર્શકો અને ફેન્સ માટે હશે. ધ્યાન આપવા જેવી બાબત છે કે કપિલ શર્મા પણ પોતાની શૉ લઈને આવી રહ્યા છે. એટલા માટે આવા સમયે એક જ ચેનલ પર બે ગેમ શૉ ચોક્કસ ટીઆરપીમાં એકબીજાને ક્લેશ કરશે. હવે સલમાન ખાન અને કપિલ શર્મા બંનેમાંથી કોનું પલડું ભારે છે તે તો સમય જ જણાવશે.

English summary
Salman Khan is soon going to return to the small screen with Dus Ka Dum 3. The first and the second season of the show aired in 2008 and 2009 and now third season is going to air on May 2018.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.