મૉડર્ન બહૂ સાથે કમબૅક કરશે સાન્યા ઉર્ફે ખુશી

મુંબઈ, 12 માર્ચ : આપની વહાલી ખુશી એટલે કે સાન્યા ઈરાની પુનઃ એક વાર આપના દિલોને ધડકાવવા આવી રહ્યાં છે મૉડર્ન બહૂ સાથે. આ નવી સીરિયલ સોની ટેલીવિઝન ચૅનલે 25મી માર્ચથી શરૂ થવા જઈ રહી છે. પુનઃ એક વાર આપને નટખટ ખુશી છન.. છન... તરીકે નાના પડદે દેખાનાર છે.

મૉડર્ન બહૂ સીરિયલમાં સાન્યાના કો-સ્ટાર હશે હમસે હૈં લાઇફ ફૅમ વરુણ કપૂર. વરુણ મૉડર્ન બહૂમાં સાન્યાના પતિનો રોલ કરશે. કહેવાય છે કે સીરિયલની વાર્તા વીતેલા જમાનાની ઋષિકેશ મુખર્જીની હિટ ફિલ્મ ખૂબસૂરત ઉપર આધારિત છે. ખૂબસૂરતમાં રેખા લીડ રોલમાં હતાં, તો મૉડર્ન બહૂમાં સાન્યાનો રોલ ખૂબસૂરતના બબલી (રેખા) જેવો હશે.

મૉડર્ન બહૂ સીરિયલ દ્વારા ખિચડીની હિટ જોડી સુપ્રિયા પાઠક તેમજ અનંગ દેસાઈ પણ કમબૅક કરી રહ્યાં છે. ઉપરાંત શોમાં ટીવીના જાણીતા ચહેરાઓ નજરે પડશે કે જેમાં અનુશ્રી બથાલા અને જિમી ત્રિવેદીનો સમાવેશ થાય છે. શોના પ્રોમોએ લોકોમાં ઉત્સુકતા પેદા કરી છે. જોઇએ કે સાન્યા આ શો દ્વારા ઇસ પ્યાર કો ક્યા નામ દૂં જેવો જાદૂ દોહરાવી શકશે કે કેમ? કારણ કે ખુશીના પાત્રમાં તો સાન્યાએ લોકોના દિલ જીતી લીધા હતાં. હવે જોઇએ ખુશી-અરનવ ઉર્ફે સાન્યા-બરુણની જેમ લોકો સાન્યા-વરુણને પસંદ કરે છે કે કેમ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X